ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો
અમદાવાદ
આઇ.એમ.એ ગુજરાત સમગ્ર રાજ્યના નાગરિકોની તંદુરસ્તી અને સ્વાથ્ય માટે સતત કાર્યમાં અગ્રેસર છે.હાલમાં ગુજરાતના ઘણા બધા જિલ્લામાંથી ચાંદીપુરા વાઇરસનાં કેસ આવી રહ્યા છે. અને બાળકો માટે જીવલેણ સાબિત થઇ રહ્યા છે. જે ચિંતાજનક બાબત છે. “સેન્ડફલાય” દ્વારા ફેલાતા આ જીવલેણ રોગને ફેલાતો અટકાવવા તથા તેના ઝડપી નિદાન અને સારવાર માટેના ત્વરિત પગલાની જરૂરીયાત જણાય છે.ઈન્ડિયન મેડીકલ એસોસિએશન, ગુજરાત શાખા આ સમયમાં તમામ રીતે ગુજરાત સરકારની સાથે ખભેખભો મિલાવી તમામ પગલામાં સાથ આપવા કટિબદ્ધ છે તેને લગતો પત્ર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લખ્યો છે.આ ચાંદીપુરા વાઇરસનિ બિમારી ને અટકાવવા તથા સારવારની મદદ માટે આઇ.એમ.એ., ગુજરાત શાખા દ્વારા નીચે જણાવેલ બાળરોગ તજજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવી રહી છે. જે ચાંદીપુરા વાઇરસને અટકાવવા માટે જાગૃતિના તથા સારવારના તમામ પ્રયાસોમાં માર્ગદર્શન તથા સહકાર પુરો પાડશે. આ સમિતિ તે માટેના આદર્શ પ્રોટોકોલ માટે પણ ગુજરાતનાં તમામ જીલ્લાની આઇ.એમ.એ. શાખાને પણ માર્ગદર્શન પૂરું પાડવા સહયોગ આપશે.