પૂજા ખેડકર જેવાં ગુજરાતમાં કેટલાં?.. તપાસ થાય તો ઘણું બધું બહાર આવે…

Spread the love

પૂજા ખેડકર કાંડના પડઘા ફક્ત મહારાષ્ટ્ર સુધી સીમિત ન રહેતા સમગ્ર દેશમાં પડ્યા છે. તેના પગલે હવે સીધી સિવિલ સર્વિસિઝ સામે જ આંગળી ચીંધાવવા લાગી છે. સિવિલ સર્વિસિઝે પણ પૂજા સામે કેસ દાખલ કર્યો છે અને તે અગાઉ 12 એટેમ્પમાં નિષ્ફળ ગઈ હોવાનું બહાર આવ્યું છે. તેની સાથે તેણે અગાઉ દર વખતે બધી વિગતો ખોટી જણાવી હતી તે બદલ તેની સામે કેસ કર્યો છે.

ગુજરાતમાં હવે પૂજા ખેડકર જેવા અધિકારીઓ હોવાની પૂરેપૂરી સંભાવના છે. આ સંજોગોમાં અડધો ડઝન અધિકારીઓ સામે તપાસ થઈ શકે છે. આવા જ એક આઇએએસ અધિકારી સચિવાલયમાં ફરજ બજાવે છે. તેઓ ખોટા સર્ટિફિકેટથી ભરતી થયાનો આરોપ છે. આ ઉપરાંત મહિલા આઇએએસ અધિકારી સામે પણ શંકાની સોય છે. ત્રણ જુનિયર અધિકારીની સામે પણ તપાસ થઈ શકે છે. બધા અધિકારીઓ પડોશી રાજ્યના હોવાની ચર્ચા છે. સરકાર યુપીએસસીનો સંપર્ક કરાવીને તેમની તપાસ કરાવી શકે છે.

પૂજા ખેડકરના પગલે શંકાના દાયરામાં આવતા કેટલાય આઇએએસ અધિકારીઓ સામે તપાસ શરૂ થઈ શકે છે. પૂજા ખેડકરના મુદ્દાએ સિવિલ સર્વિસિઝમાં નિયમોની છટકબારીનો લાભ ઉઠાવીને લોકો કેવી રીતે સરકારી નોકરીમાં ઘૂસી જાય છે અને તુમારશાહીને વેગ આપે છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યુ છે. કોઈપણ પ્રકારનું ક્વોલિફિકેશન ન ધરાવતા લોકો ફક્ત નીટ જ નહીં આઇએએસ જેવી પરીક્ષામાં પણ બેસી જઈને સરકારી હોદ્દો ભોગવે છે અને મલાઈ પણ તારવે છે. આ પ્રકારની તપાસ શરૂ થાય તો આગામી સમયમાં કેટલાય હાડપિંજર સિવિલ સર્વિસિઝની કબાટમાંથી બહાર આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com