દિલ્હીની વડાપાવ ગર્લને કોણ નથી ઓળખતું જેનું નામ ચંદ્રિકા ગેરા દિક્ષિત છે. ચંદ્રિકાએ મુંબઈના ફેમસ વડાપાંઉને દિલ્હીમાં સ્ટોલ લગાવીને વેચવાનું શરૂ કર્યું હતું. અને જોત જોતામાં તે એટલી વાયરલ થઈ ગઈ હતી. તે પોતાના વીડિયો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેના વાયરલ વીડિયોને કારણે તે આજે બિગ બોસ ઓટીટીની ઓફર મળી ગઈ છે.
https://www.instagram.com/reel/C9jovmnygpK/?igsh=MWV1bHlpYTMxamt2cg==
પરંતુ ચંદ્રિકા એક માત્ર મહિલા નથી જેણે સ્ટોલ લગાવીને ખાણી પીવાની વસ્તુ વેચતા હોય અને વાયરલ થઈ હોય. હાલમાં તેની જેમ બીજી એક મહિલા પણ સોશિયલ મીડિયા પર પરોઠા વાળી ગર્લના વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા ક્યારેક કેળાના પરોઠા બનાવે છે, તો ક્યારેક ઈંડા પરાઠા, આ સાથે તે જ્યૂસ પણ લોકોને વહેચે છે.
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને પૂઈ રોટી લેડી (PUY ROTI LADY)એ પોસ્ટ કર્યો છે. પૂઈ થાઈલેન્ડની રહેવાસી છે અને તે દિલ્હીમાં પરોઠાનો સ્ટોલ લગાવે છે. આ સ્ટોલમાં તેની સાથે તેની બહેન પણ મદદ કરે છે. વીડિયોમાં જોવા મળતી મહિલા પૂઈ છે. પૂઈ તેના અનોખા અંદાજમાં લોકોને પરોઠા બનાવીને પીરસે છે. તેના ઈન્સ્ટા એકાઉન્ટમાં એક વીડિયોમાં તેની બહેને પરોઠામાં કેળાના ટુકડા કરીને પરોઠાને સરસ રીતે શેકી તેની પર ક્રીમ લગાવીને લોકોને પીરસતી જોવા મળે છે. તો આ અંદાજમાં તેની મોટી બહેન પૂઈ ઈંડા પરાઠા બનાવતી જોવા મળે છે અને આ પરાઠાને એટલી સરસ રીતે સજાવીને કસ્ટમરને પીરસે છે.
આ વીડિયોમાં પૂઈ બાંધેલા લોટમાંથી એકદમ કાગળ જેવી રોટલી બનાવે છે. રોટલીને જોઈને એવું લાગે કે જાણે રુમાલી રોટી બનાવી હોય. પછી તે તવા પર શેકવા માટે મૂકે છે. અને તેના પર તે ઈંડા ને ફોટીને સરસ રીતે ફેલાવી દે છે. અને તે પરોઠું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકે છે. ત્યારબાદ તે તેના પર ક્રીમ અને બીજી વસ્તુ સજાવીને કાગળમાં વિટાળીને કસ્ટમરને ખાવા આપે છે. આ મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પોસ્ટના થોડા કલાકોમાં લગભગ 5 લાખથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. અને લોકો કેમેન્ટ પણ કરી રહ્યા છે.
તો ઘણા સોશિયલ યુઝર આ વીડિયો પર કોમેન્ટ કરતા કહે છે કે, તમે રસોઈની રાણી બનાવ લાયક છે. તો બીજા યુઝરે કહ્યું કે, તે બિઝનેસ સ્ટ્રેટેજીને ખૂબ સારી રીતે જાણે છે. બીજા એક યુઝરે કહ્યું કે, હું તો તેની સુંદરતા જોઈને તેના પ્રેમમાં પડી ગયો, છોકરાઓ આવી ગર્લઓને પામવાના સપના જોતા હોય છે અને તે સ્ટોલ પર મળે છે. તો એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું કે, જો કોઈ છોકરો આવી રીતે ખાવાનું બનાવતો હોય તો લોકો તેને હાઈઝિનની સલાહ આપતા હોત, પરંતુ આ મહિલાને કોઈ કશું નહીં કહે.