દબંગોએ બે મહિલાઓને જીવતી જ જમીનમાં દફનાવવાનો પ્રયાસ કર્યો : જુઓ વિડીયો

Spread the love

મધ્યપ્રદેશથી રુંવાડા ઊભા કરી દેતો એક વીડિયો સામે આવ્યો છે. અહિં બે મહિલાઓને જમીનમાં જીવતી દાટી દેવાનું દુઃસાહસ કરવામાં આવ્યું છે. દબંગોએ આ બંને મહિલાઓને જીવતી જ જમીનમાં દફનાવવાનો પ્રયાસ કરાયો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળે છે કે આ બંને મહિલાઓને જમીનની નીચે કમર સુધી દાટી દેવામાં આવી છે. ટ્રકથી આ બંને મહિલાઓ પર માટી નાખવામાં આવી રહી છે.

પોલીસે રવિવારે જણાવ્યું કે ઘટના રીવા જિલ્લાની છે. મળતી માહિતી આ મહિલા સડક નિર્માણનો વિરોધ કરતી હતી.

આ ઘટનાને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ, ઘટના મંગાવા પોલીસ સ્ટેશનના હિનોતા જોરોટ ગામની છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બે મહિલાઓ ટ્રકની પાછળ બેઠી છે અને તેનાપર માટી નાખવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને ASPએ કહ્યું કે, મમતા પાંડે અને આશા પાંડે સડક નિર્માણનો વિરોધ કરી રહી હતી અને જે બાદ તેમણે જમીનમાં અડધી દાટી દેવાઈ હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

કેટલાંક મીડિયો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, હિનૌતા ગામમાં બે પક્ષો વચ્ચે ઘણાં દિવસથી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. રિપોર્ટ મુજબ, શનિવારે રાજેશ સિંહ નામની એક વ્યક્તિએ પોતાની જેસીબી અને રેતીથી ભરેલા ડંપરને લઈને આ જમીન પર સડક નિર્માણ માટે પહોંચ્યા હતા. પરંતુ આશા પાંડે અને મમતા પાંડેનો દાવો છે કે આ જમીન તેમની છે અને બંને મહિલાઓ આ બાંધકામનો વિરોધ કરવા પહોંચી હતી. જે વાતનો બીજા પક્ષને ગુસ્સો આવ્યો હતો. જે બાદ બીજા પક્ષના ત્યાં હાજર દબંગોએ મહિલાઓ સાથે મારામારી કરી અને પછી રેતી નાખીને તેમણે જીવતા જ દફનાવવાનો પ્રયાસ કર્યો.

તો આ ઘટનાને લઈને રાજકારણ શરુ થઈ ગયું છે. આ મામલે ભોપાલ કોંગ્રેસ દ્વારા એક્સ પર ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, ભાજપના 20 વર્ષ કુશાસનનું પરિણામ છે જેના કારણે દરેક જિલ્લામાં બદમાશોની હિંમત વધી રહી છે. આ વાયરલ વીડિયો રીવા જિલ્લાના એક ગામનો છે જ્યાં બદમાશોએ મહિલાઓની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. મધ્યપ્રદેશમાં મહિલા સુરક્ષા શૂન્ય છે. આ ઘટના ઘણી જ શરમજનક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com