પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવો રહેશે વરસાદ

Spread the love

સૌરાષ્ટ્રમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 148 એમએમ (5.32 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડમાં 53 એમએમ વરસાદ નોંધાયો છે. તો ધોધમાર વરસાદને કારણે ઘેડ પંથકના 10 જેટલા ગામના રોડ જળમગ્ન થઇ ગયા છે. જ્યારે દ્વારકામાં વરસાદ બંધ થયા છતાં વરસાદી પાણી ઓસરવાનું નામ જ નથી લેતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, પાંચ દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 148 એમએમ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડમાં 53 એમએમ વરસાદ નોંધાયો છે. આ સાથે આજના વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં એક સરક્યુલેશન છે, ઓફશોર ટ્રફ અને શિઅર ઝોન સર્જાયું છે જેના કારણે આ વરસાદ થઇ રહ્યો છો. આજે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આાવી છે. આજે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

આજે રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, ડાંગ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના બાકી ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવી છે. ભાવનગરમાં અતિ ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં કોઇપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી.

બીજા દિવસે એટલે કે સોમવારે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવી છે.આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. તો આ ઉપરાંત જુનાગઢ, રાજકોટ બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપીનવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ, ગાંધીનગર,ખેડા, અરાવલ્લી, મહેસાણારમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com