ભૂતાનના રાજા અને વડાપ્રધાન મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે, વડોદરા એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત

Spread the love

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલા ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ખાતે ગુજરાતની આગવી પરંપરા મુજબ ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.ભૂતાનના રાજા અને વડાપ્રધાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આજે વડોદરા આવી પહોંચ્યા હતા.

ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગેનું વડોદરા એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયા બાદ ગરબા સાથે આગમનના વધામણા કરવામાં આવ્યા હતા.

આ બંને મહાનુભાવો વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા પરંપરાગત ગુજરાતી ગરબા અને ઢોલના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.વડોદરા એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ આ બંને મહાનુભાવો એકતાનગર જવાના રવાના થયા હતા.

આ અવસરે પ્રોટોકોલ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર પિન્કીબેન સોની,ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા,વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ,વિદેશ મંત્રાલયના ચીફ પ્રોટોકોલ ઓફિસર નિરજકુમાર ઝા,જિલ્લા કલેકટર બીજલ શાહ, ,શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર, હેડ ઓફ ચાન્સરી સંજય થીનલે સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહાનુભાવોને આવકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com