અમદાવાદ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મંડળ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માએ મંડળના 04 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં શ્રેષ્ઠ કામ અમલીકરણ માટે સન્માનિત કર્યા. આ રેલવે કર્મચારીઓને ડ્યુટી દરમિયાન તેમની સભાનતા અને સતર્કતાને કારણે અમંગળ ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન માટે પ્રમાણ-પત્ર આપીને સન્માનિત કર્યા.
વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી ઉમેશ પ્રસાદે માહિતી આપતાં જણાવ્યું કે બ્રિજેશ કુમાર મિશ્ર–સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ અસારવા, શ્રી રાજેશ કુમાર–ફિટર અસારવા, શ્રી હિમાંશુ ભાટી–સહાયક લોકો પાયલટ સાબરમતી અને શ્રી ધારાસિંહ માલ-ફિટર પાલનપુર એ અમંગળ ઘટનાઓ જેવી કે ટ્રેક્ટર વોટર ટેન્કનું આગળનું અને પાછળનું એક-એક પૈડું પ્લેટફોર્મથી ઉતરી જવા પર લોકો પાયલોટે વીએચએફ થી જ્યાં પણ ગાડી હોય ત્યાં જ રોકવા માટે કહ્યું, ઓએચઈ પર કેટલીક અસામાન્ય ધાતુ અસુરક્ષિત અવસ્થામાં છે આ નોટીસ કરી અને તરત જ લોકો પાયલોટને સૂચના આપી, લિડીંગ વ્હીલ ની પ્રાયમરી સ્પ્રિંગને તૂટેલી જોતાં તરત જ માહિતી પોતાના સુપરવાઈઝરને આપી અને તરત યોગ્ય કાર્યવાહી કરીને અમંગળ ઘટના અને સંભવિત નુકસાનથી બચાવ્યા છે.
મંડળ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માએ આ સજાગ સંરક્ષા રેલવે પહેરેદારોનો ઉત્સાહ વધાર્યો અને કહ્યું કે યાત્રીઓની સંરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે તથા જ્યારે રેલવે કર્મચારીઓ પોતાની ડ્યુટી દરમિયાન સભાનતા અને સતર્કતાથી કામ કરે છે તો અમને સલામત ટ્રેન વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.