અમદાવાદના સરદારનગર પોલીસ મથકની હદ વિસ્તારમાં દસ દિવસ અગાઉ હત્યાના ગુનાને અંજામ આપી ગાંધીનગરના કલોલમાં ભાડાના મકાનમાં છુપાઈને રહેતા આરોપીને એસઓજી પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ લુંટ, ધાડ અને મર્ડર જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી ક્રાઈમ પ્રીવેન્શન અને ડીટેક્શનની કામગીરી કરવા તાબાના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવેલ છે. જે અન્વયે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી.
દરમ્યાન બાતમી મળી હતી કે, સરદાર નગર પોલીસ મથકની
હદ વિસ્તારમાં દસ દિવસ અગાઉ મર્ડર થયું હતું. જેનો મુખ્ય
આરોપી કલોલ શહેર રેલ્વે પુર્વ વિસ્તારમાં ભાડેથી મકાન
રાખીને રહી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે પોલીસ
બાતમી જગ્યાએ પહોંચી ગઈ હતી.
જ્યાં નરેશ વિરાભાઈ પરમાર (મારવાડી), (રહે. નહેરૂનગરના છાપરા, કુબેરનગર, મુળ રહે. ગામ – બીલબર, જીલ્લો- ઝાલોર, રાજસ્થાન) મળી આવ્યો હતો. જેની અટકાયત કરી પોલીસે પૂછતાંછ કરતાં તેણે દિવસ અગાઉ સરદારનગર પોલીસ મથકની હદમાં મર્ડર કર્યું હોવાનું તેમજ તે ગુનો પણ દાખલ થયેલ થયેલ હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે નરેશને આગળની કાર્યવાહી કરવા કલોલ શહેર પોલીસને સોંપી દેવાયો છે.