પંજાબના ગુરુદાસપુર જિલ્લાના બટાલાના સુખા ચિડા ગામની રહેવાસી 21 વર્ષીય લખવિંદર કૌરનું કેનેડામાં કાર અકસ્માતમાં મોત થયુ છે. ઘટનાની જાણ થતા જ પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. પ્રાપ્ત માહિતી મુજબ કારમાં બે છોકરા અને ત્રણ છોકરીઓ કોઈ કામ માટે જઈ રહ્યા હતા. બ્રેમ્પટનના નજીક એરિઝોના પાસે કાર અકસ્માત સર્જાયો, જેમાં ત્રણ છોકરીઓના મોત થયા.
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર લખવિંદર કૌર સહિત ત્રણેય છોકરીઓ પંજાબની હોવાનું કહેવાય છે. માહિતી આપતાં સુખા ચિડા ગામના ગ્રંથી નરિંદર સિંહ વાસીએ જાણકારી આપતા જણાવ્યું કે તેમની ભત્રીજી બલવિંદર સિંહની 21 વર્ષીય પુત્રી લખવિંદર કૌર 10 મહિના પહેલા જ સ્ટડી વિઝા પર કેનેડા ગઈ હતી. પરિવારે લોન લઈને દીકરીને વિદેશ મોકલી દીધી હતી.
ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 9 વાગ્યે લખવિંદર કૌર તેના ચાર મિત્રો સાથે કારમાં કોઈ કામ માટે જઈ રહી હતી. આ દરમિયાન કાર અસંતુલિત થઈ ગઈ અને ઊંડા ખાડામાં પડી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં લખવિંદર કૌર સહિત અન્ય ત્રણ છોકરીઓના મોત થયા હતા, જ્યારે એક છોકરો ગંભીર રીતે ઘાયલ થયો છે. કેનેડિયન પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટના બાદ લખવિંદર કૌરના પરિવારના સભ્યોની હાલત રડી રડીને ખરાબ છે.