કેનેડામાં ભારત વિરોધી તત્વો દ્વારા હિન્દુ ધર્મસ્થાનો પર સતત હુમલાઓ અને વિરોધની ઘટનાઓ અવારનવાર ઘટતી હોઈ છે ત્યારે કેનેડામાં હિંદુ ધર્મ સ્થાનો પર ખાલીસ્થાની સમર્થકો દ્વારા હુમલાની વધુ એક ઘટના બની છે.
કેનેડાના એડમોન્ટન શહેરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશના અહેવાલ પ્રમાણે BAPS સ્વામિનારાયણ મંદિર પર વહેલી સવારે ભારત વિરોધી સૂત્રો લખી વિરોધ કરવામાં આવ્યો હતો.
ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય પર કેટલાક તત્વોએ હુમલો કર્યો હતો. આ ઘટના પાછળ ખાલિસ્તાની સમર્થકો જવાબદાર હોવાનો પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વેનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે X (ટ્વીટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “અમે એડમોન્ટનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બનેલી ઘટનાની નિંદા કરીએ છીએ. કેનેડિયન સરકારને ઘટનાની તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.