તમિલનાડુંના પૂર્વ તટ પરથી રામેશ્વરમ દ્રીપનાં દક્ષિણ કિનારે પર એક સ્થળ આવેલું છે. જેનું નામ છે ધનુષકોડી. ભારતનાં છેલ્લા કિનારે પર આવેલું વેરાન ઉજજ્ડ જગ્યા છે. જ્યાંથી શ્રીલંકા નજરે પડે છે. એક સમય હતો કે આ જગ્યા પર માનવવસ્તિ હતી. પરંતુ હવે આ જગ્યા સંદરરીતે વીરાન થઈ ગઈ છે.
ધનુષકોડી ભારત અને શ્રીલંકા વચ્ચો એક માત્ર એવું સ્થળીય સીમા છે. જે પાક જલસંધિમાં બાલૂનાં ટીલા પર ફક્ત 50 ગજની લંબાઈમાં છે અને આ જગ્યા વિશ્વનાં લધુતમ સ્થાનોમાંથી એક છે. દિવસના પ્રકાશમાં મોટી સંખ્યામાં લોકો આ સ્થાનની મુલાકાત કરે છે, પરંતુ અંધારું થયા પછી અહીંયા ફરવાની મંજૂરી નથી. સાંજના સમયે લોકો અહીંથી રામેશ્વરમમાં પાછા ફરે છે, કેમ કે ધનુષકોડીથી રામેશ્વરમ સુધીનો આખો 15 કિલોમીટરનો માર્ગ સંપૂર્ણ રીતે નિર્જન, ડરામણી અને રહસ્યમય છે. ઘણા લોકો આ જગ્યાને ભૂતિયા પણ માને છે.
1964 માં આવેલા ભયંકર ચક્રવાત પહેલાં, ધનુષકોડી એક ઉભરતા પર્યટક અને યાત્રા સ્થળ હતું. તે દિવસોમાં રેલ્વે સ્ટેશન, હોસ્પિટલ, ચર્ચ, હોટલ અને પોસ્ટ ઓફિસ બધું ધનુષકોટીમાં હતું, પરંતુ ચક્રવાતમાં બધું નાશ પામ્યું હતું. એવું કહેવામાં આવે છે કે તે સમયે 100 થી વધુ મુસાફરોવાળી એક ટ્રેન સમુદ્રમાં ડૂબી ગઈ હતી. ત્યારથી આ સ્થાન સંપૂર્ણ નિર્જન છે.