કોઈ પણ નેતા સાથે ફોટા પડાવનાર વ્યક્તિ તેનો સગો કે સંબંધી નથી હોતો..
( માનવ મિત્ર )… પત્રકારત્વ કેવું હોવું જોઈએ?, … માત્ર બ્રેકિંગ ન્યુઝ, એક્સક્લુઝિવ, કે કોઈને એક્સપોઝ કરી નાખવા એ ખરેખર સાચું પત્રકારત્વ નથી પણ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે અને કેટલું તથ્ય છે તે પણ જોવું જોઈએ, એ જ સાચું પત્રકારત્વ છે.
હમણાં ડ્રગ્સ કેસમાં વિકાસ આહીર નામના યુવાનનું નામ ખુલ્યું અને તેની ખરેખર તપાસ થાય એ પહેલા ઘણી ન્યુઝ ચેનલો અને ન્યુઝ પેપરોએ એવું બતાવ્યું કે ડ્રગ્સ કેસમાં જે વિકાસ આહિર નામના યુવાનનું નામ ખુલ્યું છે એ ભાજપનો કાર્યકર્તા છે અને તેના મોટા કનેક્શન છે આ યુવાનના ફોટા ઘણા રાજકારણીઓ સાથે છે અને તેમાં આપણા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, યોગી આદિત્યનાથ સહિતના ઘણા મોટા નેતાઓ વિકાસ આહીર સાથે ફોટામાં જોવા મળી રહ્યા છે પરંતુ આ ફોટાની હકીકત શું છે તે કોઈ જાણતું નથી અને જાણવા માગતું પણ ન હોય એવું લાગી રહ્યું છે, કોઈપણ વ્યક્તિ કોઈ પણ સાથે ફોટો પડાવી લે એટલે તેની સાથે તેનું કનેક્શન છે એવું કઈ રીતે માની લેવું!.
જ્યારથી ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી તરીકે હર્ષ સંઘવીએ કમાન સંભાળી છે ત્યારથી રાજ્યમાં આવતા ડ્રગ્સના વેપારને મોટો ફટકો લાગ્યો છે. પાકિસ્તાન સહિત દેશના અલગ અલગ વિસ્તારમાંથી ગુજરાતમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા ઠલવાતું ડ્રગ્સ કનેક્શન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઘણા અંશે તોડી પાડ્યું છે અને તેમના નેતૃત્વમાં રાજ્યમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. આવા યુવાન ગૃહ મંત્રી કોઈ રાજ્યને મળવા ઘણા અઘરા છે. ગૃહરાજ્યમંત્રી તરીકે કમાન સંભાળ્યા બાદ હર્ષ સંઘવીએ ટૂંકા ગાળામાં ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે સંભાળી છે અને તેનું ઉલ્લંઘન કરનાર સામે પગલા પણ ભર્યા છે ત્યારે દરેક જગ્યાએ બધા સાથે મળીને કામ કરતા યુવા ગૃહ મંત્રી સાથે કોઈ ફોટો પડાવી લે અને એ વ્યક્તિ નું નામ ડ્રગ્સ વહેંચવામાં કે સપ્લાય કરવામાં આવે એટલે તેનું નામ ખોટી રીતે ઉછાળવું એ કેટલું યોગ્ય છે?.
વિકાસ આહિર જેવા ઘણા લોકો રાજકીય પાર્ટીમાં અને ઘણા અધિકારીઓ સાથે કાર્યક્રમમાં સેલ્ફી ફોટો પડાવતા હોય છે અને તેનો અધિકારીઓ કે નેતાઓને ખયાલ હોતો નથી પરંતુ આવા ફોટાઓના આધારે વિકાસ આહિર જેવા લોકો તેનો ગેર ઉપયોગ કરે છે સોશિયલ મીડિયામાં આવા ફોટાઓ ચડાવે છે અને પોતાના કનેક્શન ખૂબ મોટા છે તેને બધા નેતાઓ અને અધિકારીઓ ઓળખે છે તેવું બતાવી લોકો સાથે છેતરપિંડી કરે છે અને રાષ્ટ્રહિતને ઠેસ પહોંચાડે એવા કૃત્યો પણ કરે છે આવા લોકોથી સમાજે ચેતવાની જરૂર છે કોઈપણ વ્યક્તિ કોઈપણ નેતાઓ સાથે તેના સારા સંબંધો છે તેવું કહી તમારી સાથે છેતરપિંડી કરે તે પહેલા તેની હકીકત જાણવી જરૂરી છે.
ડ્રગ્સ કેસમાં ફસાયેલો વિકાસ આહિર એક ઉદાહરણ છે પરંતુ તમારી આસપાસ પણ ઘણા એવા લોકો છે જેમણે મોટા નેતાઓ સાથે ફોટા પડાવ્યા હોય અને તે તેનો ગેર ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આવા લોકો સામે કઈ રીતે સાવચેતી રાખી સંબંધો રાખવા તે આપણા ઉપર છે.
કાર્યક્રમમાં ફોટા પડાવી ગૃહરાજ્યમંત્રી સાથે સારા સંબંધો છે એવો દાવો કરનાર વિકાસ આહિર ની તપાસ દરમિયાન પોલ ખુલી જશે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ખોટી રીતે બદનામ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થઈ જશે.
પરંતુ youtube ના આધારે પત્રકારત્વ કરતા અને મસાલેદાર, ચટાકેદાર સમાચાર આપવાના લોભ અને લાલચમાં ખરેખર પત્રકાર પોતાની નિષ્ઠા દાવ પર લગાવે છે અને હકીકત શું છે તે ધ્યાન રહેતું નથી. ત્યારે એક પત્રકાર એ જ કહી શકાય જે સમાચારની સચ્ચાઈ જાણે અને તેમાં ઊંડા ઊતરી કોઈપણ સારા ચહેરાને બદનામ કરતા રોકે નહીં કે પોતાના ન્યુઝ માટે કોઈને બદનામ કરે….