વરસાદી આપત્તિમાં કોઈ પણ નાગરિક અન્ન-જળ જેવી પાયાની જરૂરિયાતો થી વંચિત ન રહે તેની કાળજી લેતું જિલ્લા વહીવટીતંત્ર
વરસાદી આપત્તિમાં કોઈ પણ નાગરિક અન્ન-જળ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત ન રહે તે માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. સરથાણા કોમ્યુનિટી હોલમાં સ્થળાંતરિત આશ્રિતો માટે ભોજન અને નિવાસની ઉત્તમ સુવિધા ઉભી કરાઈ છે. ગત રોજ ૨૩મીએ કામરેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ અને વરસાદી પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આદર્શ નિવાસી શાળા-સરથાણાના ૩૮ વિદ્યાર્થીઓ અને ૫૭ વિદ્યાર્થિનીઓ તથા ૧૬ સ્ટાફ સહિત કુલ ૧૧૧ વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સરથાણા કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત આશ્રિતો ભોજન, પીવાના પાણી, જરૂરી દવા, સુવા માટે ગાદલા, ચાદરો સહિતની આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
અતિવૃષ્ટિની આપત્તિમાં કોઈ પણ નાગરિક અન્ન-જળ જેવી પાયાની જરૂરિયાતો થી વંચિત ન રહે તે માટે ઠેરઠેર જહેમત ઉઠાવવામાં આવી છે, જેના ભાગરૂપે કામરેજમાં ધોધમાર વરસાદને પગલે આદર્શ નિવાસી શાળા સરથાણામાંથી કોમ્યુનિટી હોલમાં આશ્રિતોને સ્થળાંતર કરવામાં આવ્યા.
નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડ ન થાય અને સૌ સલામત રહે તે માટે રાજ્ય સરકાર, ભાજપ સંગઠન અને સ્થાનિક વહીવટી તંત્ર નિરંતર કાર્યશીલ છે.
“સાવચેત રહો, સલામત રહો.”
ભારે વરસાદથી માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએતેમના કામરેજ વિધાનસભા મતવિસ્તારના કઠોદરા ગામમાં સર્જાયેલી સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું.
માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર કુદરતી આપદા સામે ઝીરો કેજ્યુઆલીટીના ઉદ્દેશ્યને સાર્થક કરવા સજ્જ છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ છે ત્યારે જ્યાં પાણી ભયજનક રીતે ભરાયા હોય ત્યાં તેને જોવા જવાની આતુરતા ટાળી સુરક્ષિત રહીએ તેમજ બાળકો, અસ્વસ્થ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધ નાગરિકોની વિશેષ કાળજી લઈએ.