પતિ હયાત ન હોય અને તેની વિધવા પરપુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે કે બીજા કોઈના પ્રેમમાં પડે તો? નૈતિક કે ધાર્મિક દ્રષ્ટિએ આ કદાચ પતન ગણાતું હશે પરંતુ શારીરિક જરુરીયાતોના હિસાબે આ ઘટના સામાન્ય ગણાતી હોય છે. ઘણા પરણેલા પુરુષો અને સ્ત્રીઓ લગ્ન બહારના સંબંધોમાં પડતાં હોય છે. વિધવાના પરપુરુષ સાથેના પ્રેમ અને શારીરિક સંબંધનો એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે.
યુપીના કૌશામ્બીમાંથી એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં મંગળવારે રાત્રે એક મહિલાએ તેની વિધવા પુત્રવધૂને અજાણી વ્યક્તિ સાથે રોમાન્સ કરતી પકડી હતી. જે બાદ તેણે પોલીસને ફોન કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને આરોપી યુવકને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. તેમજ આ મામલે તપાસ શરૂ કરી હતી. સાસુએ પોલીસમાં આપેલી ફરિયાદમાં એવું કહ્યું કે તેના મોટા પુત્રનું આઠ મહિના પહેલા અવસાન થયું હતું. તેમની વિધવા પુત્રવધૂ બે બાળકો સાથે અલગ રહે છે. મહિલાના જણાવ્યા મુજબ મંગળવારે રાત્રે એક યુવક તેની વિધવા પુત્રવધૂને ત્યાં આવ્યો હતો. જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે તે તેની નાની વહુ સાથે વિધવા પુત્રવધૂના ઘરે પહોંચી. જ્યાં તેણે પુત્રવધૂને યુવક સાથે વાંધાજનક સ્થિતિમાં પકડી લીધો હતો. તેણે ડાયલ 112 પોલીસ સાથે ગામના વડાને જાણ કરી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ. બુધવારે સાસુએ પોલીસ સ્ટેશન જઈને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં યુપીના મુરાદાબાદમાં એક પરિણીત યુવતીને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. તેના પતિ વિદેશમાં નોકરી કરે છે. મહિલાએ તેના પ્રેમી સાથે રહેવા માટે તેના પરિવાર સામે બળવો કર્યો હતો. જ્યારે પતિને આ વાતની જાણ થઈ તો તે ઘરે દોડી ગયો અને પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સ્વીકારવા તૈયાર ન હતી. પંચાયત બોલાવવામાં આવી હતી જેમાં મહિલા અને તેનો પ્રેમી પણ આવ્યા હતા. જે બાદ પતિએ તમામની સામે મહિલાને ટ્રિપલ તલાક આપી દીધા હતા. મહિલાના બીજા લગ્ન તેના પ્રેમી સાથે પંચાયતમાં જ સંપન્ન થયા હતા. જો કે મહિલાના પરિવારજનો આ લગ્નથી ખુશ ન હતા. મહિલાના મામાના પરિવારે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે તેની પુત્રીને અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું હતું.