વિદ્યાર્થિનીને ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રેક્ટરે પ્રેમજાળમાં ફસાવી શૈક્ષણિક ધામમાં જ દુષ્કર્મ આચર્યું

Spread the love

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલી ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રેક્ટરે પ્રેમજાળમાં ફસાવી શૈક્ષણિક ધામમાં જ દુષ્કર્મ આચર્યા બાદ ટ્રસ્ટીને જાણ થતાં આવાં કૃત્ય અટકાવવાને બદલે વિદ્યાર્થિની પર તેણે પણ કુકર્મ આચર્યાની જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી થતાં પોલીસે ભાજપના જ બે આગેવાન સામે ગુનો નોંધતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં ગઈકાલે જ છાત્રાલયના સંચાલકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મામલો બહાર આવતાં ભાજપનાં મોટાં માથાંએ કેસને દબાવવા માટે પીડિતાના પરિવારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર સૌરાષ્ટ્રમાં અને શિક્ષણજગતમાં ચકચાર મચાવતી આ ઘટના અંગેની પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના આટકોટ નજીક આવેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાચવડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું છે. પીડિતાએ જણાવ્યું હતું કે તેણે 5 વર્ષ પહેલાં ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં એડમિશન લીધું હતું અને ત્યારથી કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી. એડમિશન લીધા બાદ વિદ્યાર્થિનીને 2021માં ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રેક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ આરોપી દ્વારા ટોર્ચરિંગ શરૂ કરી અવારનવાર વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતી હતી. બદનામ કરી દઈશ અને પરિવારને જીવતા નહીં રહેવા દઉં, એવી ધમકી આપી વિદ્યાર્થિનીને ફસાવી હતી.

જૂલાઈ 2023માં આરોપી મધુ ટાઢાણીએ કન્યા છાત્રાલયનો

કલરકામનો કોન્ટ્રેક્ટ રાખ્યો હતો અને કલરકામ કરવાના

બહાને અવારનવાર વિદ્યાર્થિનીના રૂમમાં જઈ તેની મરજી

વિરુદ્ધ તેની સાથે શરીરસબંધ બાંધતો હતો. આ બનાવની

ટ્રસ્ટી પરેશ રાદડિયાને જાણ થતાં ભાજપના આગેવાન સામે

કાર્યવાહી કરવાના બદલે તેની પણ દાઢ ડળકી હતી અને

તેણે પણ વિદ્યાર્થિનીને પોતાના હવસનો શિકાર બનાવી હતી.

છેલ્લા એક વર્ષથી ભાજપના બે આગેવાનની શિકાર બનેલી

વિદ્યાર્થિની પર અવારનવાર બન્ને શખસ દુષ્કર્મ આચરતા

હતા. મૂંગા મોઢે સહન કરતી વિદ્યાર્થિની એકદમ ડરી ગઈ

હતી અને પરિવારજનોને આ બનાવની જાણ થતાં જિલ્લા

પોલીસવડાને અરજી કરી રૂબરૂ રજૂઆત કરી હતી. ચકચારી

આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત થતાં

અંતે આટકોટ પોલીસે ભાજપના આગેવાન મધુ ટાઢાણી

અને પરેશ રાદડિયા સામે દુષ્કર્મ-છેડતી અને ધમકીની કલમો

હેઠળ ગુનો નોંધ્યો.

આટકોટના ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થિની સાથે ભાજપના જ બે આગેવાનો દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ ઊઠતાં ભાજપના જ મોટાં માથાંએ આ પ્રકરણ દબાવવા સામ-દામ, દંડ-ભેદની નીતિ અપનાવી પીડિત પરિવારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો જિલ્લા પોલીસવડા સુધી પહોંચતાં અંતે ગુનો નોંધાયો હતો. જાણવા મળ્યા પ્રમાણે, આરોપી ટ્રસ્ટી પરેશ રાદડિયાનાં પત્ની જિલ્લા પંચાયતનાં સભ્ય હોવાનું જાણવા મળ્યું છે.

કન્યા છાત્રાલયમાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર શારીરિક શોષણ થતું હોવાની જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી થયા બાદ સંસ્થામાં વર્ચસ્વની લડાઈના કારણે 72 વર્ષના સંચાલક અરજણ રામાણીએ ગઈકાલે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેઓ સારવાર હેઠળ છે. આ ગુનામાં તેમનો શું રોલ છે એ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com