પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ સમિતીના ચેરમેન નરેશ પટેલે કરેલા નિવેદન અંગે પુર્વમંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યુ કે સમય આવ્યે જવાબ આપશુ. હાલ જામનગરમાં વિઠ્ઠલ રાદડીયા પુણ્યતિથિએ રક્તદાન કેમ્પમા આ પ્રકારના સવાલોના જવાબ આપવાનુ ટાળ્યુ હતુ.
જામનગરમાં વિઠઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પનું ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને તેમની ટીમ દ્રારા આયોજન કરવામાં આવ્યુ હતુ.
અહીં વિઠ્ઠલ રાદડીયાના પુત્ર અને પુર્વમંત્રી જયેશ રાદડીયાએ હાજરી આપી હતી. રકતદાનની સેવાકીય પ્રવૃત્તિને બીરદાવી હતી.અને જયેશ રાદડિયાએ તેમના પિતા વિઠ્ઠલ રાદડીયાને શ્રદ્ધાંજલિ આપી હતી.
જયેશ રાદડીયને પત્રકારોએ નરેશ પટેલના ‘ઘરની વાત બહાર’ને લઈને આપ્યું મોટું નિવેદન અંગે કરેલા સવાલનો જવાબ ટાળવાનો પ્રયાસ કર્યો સાથે ટુંકમાં કહ્યુ એ પ્રશ્ન અંહી ચર્ચાનો વિષય નથી. અત્યારે બ્લડ ડોનેશનના સારા કાર્ય માટે આવ્યો છુ. નિવેદનબાજી માટેનું આ પ્લેટફોર્મ નથી. તે બધા સવાલોનો જવાબ ‘સમય આવ્યે સમયે-સમયે આપીશ. હું સમાજમાં દિકરા તરીકે નિષ્ઠાપૂર્વક કામ કરું છે. સાથે મંત્રી મંડળમાં સમાવેશ અંગે કહ્યું પાર્લિયામેંટ્રી બોર્ડ બાદ નિર્ણય થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જયેશ રાદડીયા સાથેના ચાલી રહેલા રાજકીય વિવાદમાં ઘરની વાત બહાર ન થાય તેમ કહી કરેલા નિવેદનથી બંન્ને નેતાઓ વચ્ચે અંટશ વધી છે. એમ પણ કહેવાતું હતું કે અન્ય એક પાટીદાર નેતાએ આ બંન્ને નેતા વચ્ચે સમાધાન માટેની બેઠક પણ કરાવી હતી પરંતુ આ કહેવાતું સમાધાન થુંકના સાંધા સમાન હોય તેમ લાગે છે કેમ કે, જયેશ રાદડીયાના મનમાં ઘણું બધું ચાલે છે.
પરંતુ તે ઉભરો ઠાલવવામાં માટે યોગ્ય સમયની રાહ જોતા હોય તેમ તેમના આજના આ સૂચક વિધાન ઉપરથી લાગે છે. એ પણ નોંધનીય છે કે, થોડા સમય પહેલા યોજાયેલી ઇફકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઝંપલાવ્યું હતું. ભાજપે સત્તાવાર રીતે કેન્દ્રિય સહકારીતા મંત્રી અમિત શાહના અતિ નિકટના ગણાતા બિપિન ગોતા (પટેલ)ના નામનો મેન્ડેટ આપ્યો હતો.
આ ઉમેદવારની પસંદગી માટે નરેશ પટેલે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેથી જ નરેશ પટેલ અને જયેશ રાદડીયા સામ-સામે આવી ગયા હતા. ભાજપના મેન્ડેટ અને નરેશ પટેલની મહેનત પછી પણ જયેશ રાદડીયા વટભેર વિજેતા થયા હતા.