ભાજપ દ્વારા અમદાવાદ ટાગોર હોલ ખાતે”કારગિલ વિજય જનસભાનું” આયોજન,  શહીદ વીર પરિવારના સભ્યોના સન્માન 

Spread the love

કોંગ્રેસ પાસે ક્યારેય પણ કોઈ પ્રકારની વિચારધારા રહી નથી. કોંગ્રેસે ફક્ત ચૂંટણી જીતવા અને સત્તા મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું : ઋષિકેશ પટેલ

અમદાવાદ

આજરોજ કારગિલ વિજયની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની યાદમાં “કારગિલ વિજય જનસભાનું” આયોજન ટાગોર હોલ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.કારિગલ તેમજ અલગ અલગ યુદ્ધોમાં શહીદ થયેલ જવાનોના અમદાવાદમાં રહેતા પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સૌને સંબોધતા જણાવ્યું હતું કે ” ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે પાકિસ્તાને કાશ્મીરની માંગણી કરી હતી પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલના અથાક પ્રયત્નથી કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ રહ્યું, પરંતુ આ કપટી પાકિસ્તાન હંમેશા કાશ્મીરને પચાવી પાડવા ભારત સાથે યુદ્ધ કરતું આવ્યું છે. ૧૯૬૫નું યુદ્ધ હોય કે ૧૯૭૧નું યુદ્ધ હોય ભારતીય સેનાના હજારો જવાનોએ પોતાનું બલિદાન આપ્યું અને આપણે યુદ્ધ જીત્યા પરંતુ તે વખતની કોંગ્રેસ સરકારના પાપથી તે જીતેલા યુદ્ધ પણ આપણે ટેબલ ઉપર કૂટનીતિમાં હાર્યા. ૧૯૯૯માં જ્યારે અટલબિહારી વાજપાઈજીની સરકાર હતી ત્યારે કારગિલ પર આ નાપાક પાકિસ્તાની લશ્કર તથા આતંકવાદીઓએ ઉંચી પહાડીઓ ઉપર ચડીને ભારતીય સેના ઉપર હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય સેનાના બાહોશ લશ્કરે “ઓપરેશન વિજય”ની શરૂઆત કરી અને ૨૬ જુલાઈ ૧૯૯૯ના રોજ આપણે પાકિસ્તાનીઓને ખદેડી કારગિલ ઉપર ભારત દેશનો ઝંડો લહેરાવી યુદ્ધ જીત્યું હતું. પાકિસ્તાનને આપણા જવાનોએ જડબા તોડ જવાબ આપ્યો હતો.”

” દેશની સીમાઓ ઉપર આપણા જવાનો દેશના એક એક નાગરિકની સલામતી અને સુરક્ષાની ચિંતા કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા લશ્કરી જવાનોનું મનોબળ વધારવાનું કામ કર્યું છે, તથા તેમને પડતી અગવડોને દૂર કરવાનું કામ કર્યું છે. ૨૦૧૯માં ૩૭૦ની કલમ હટાવીને કાશ્મીરને દેશના બંધારણની મુખ્ય ધારામાં જોડ્યું છે. તે સમયે પણ અમુક લોકો કહેતા હતા કે ૩૭૦ની કલમ હટાવશો તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ૩૭૦ની કલમ હટાવી પણ અને આપણને સૌને ગર્વ થાય કે કાશ્મીરમાં કાંકરીચાળો પણ થવા દીધો નથી. આ પ્રકારના મજબૂત મનોબળ વાળી સરકારની દેશને હંમેશા જરૂર હતી,સામે કોંગ્રેસ પાસે ક્યારેય પણ કોઈ પ્રકારની વિચારધારા રહી નથી. કોંગ્રેસે ફક્ત ચૂંટણી જીતવા અને સત્તા મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.” જે પ્રકારે સૈન્યના જવાનો દેશની સીમાઓથી દેશનું રક્ષણ કરે છે તે પ્રકારે દેશમાં રહેતા આપણે સૌ નાગરિકોની પણ દેશ પ્રત્યે અમુક ફરજો છે. દેશમાં સ્વચ્છતા જાળવવી, વૃક્ષો વાવવા, પાણીનો બગાડ અટકાવવો, ગંદકી ન કરવી આ પણ દેશ પ્રત્યે આપણી સૌની મુખ્ય ફરજ છે.”કાર્યક્રમની શરૂઆતમાં એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય તેમજ કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અમિત પી શાહે સ્વાગત પ્રવચન આપ્યું હતું.આજના કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના પ્રભારી સંજયભાઈ પટેલ ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, મહાનગર સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com