રેશનકાર્ડ ધારકો માય રેશન એપ્લિકેશન થકી ઘરે બેઠા કે.વાય.સી કેવી રીતે થઈ શકે? તેની જાગૃતિ લાવવાના પ્રયાસ અંગે પણ ચર્ચા
અમદાવાદ
અમદાવાદ શહેર અન્ન નિયંત્રક વિમલ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં અમદાવાદ શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વાજબી ભાવના દુકાનોના તથા રેશનકાર્ડ ધારકોને રેશન વિતરણ બાબતોની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી, આ ઉપરાંત વાજબી ભાવની દુકાનો ઉપરથી લાભાર્થીઓને જુલાઈ 2024ના માસમાં અનાજનું પ્રમાણ તથા ભાવની વિગતો તેમજ જૂન 2024 મના માસમાં કરેલ અનાજના ઉપાડ વિતરણ સહિતની વિગતવાર સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.વધુમાં અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માય રેશન એપ્લિકેશન થકી ઘરે બેઠા કે.વાય.સી કેવી રીતે થઈ શકે? તેની જાગૃતિ લાવવાના પ્રયાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. માય રેશન એપ્લિકેશન થકી હાલ મહત્તમ લાભાર્થીઓ કે.વાય.સી કરી શકે છે, આ એપ્લિકેશન વડે લાભાર્થીઓ કે.વાય.સી કર્યા બાદ અધિકારીશ્રી કક્ષાએ તેનું આખરી વેરિફિકેશન થાય છે. આ બેઠકમાં ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી, તેમજ પુરવઠા શાખાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.