વરસાદની મોસમ દરમિયાન, સરિસૃપ જંતુઓ ઘણીવાર ખુલ્લામાં બહાર આવે છે અને ઘરમાં પ્રવેશ કરે છે. આ કારણે લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. ક્યાંક સાપ ઘૂસી જાય તો ડરના કારણે લોકોની હાલત ખરાબ થઈ જાય છે. હાલમાં જ એક કોમ્પ્યુટર લેબમાં પણ આવું જ કંઈક થયું, જેના પછી ત્યાંના શિક્ષકો પણ ડરથી પગ નીચેથી જમની સરકી ગઈ હતી. લેબમાં કોમ્પ્યુટર પાછળ એક મોટો સાપ છુપાયેલો હતો.
https://www.instagram.com/reel/C9pmRgNvMUn/?igsh=aXcxN3ZjbWtkOXQy
તરત જ એક છોકરીને સાપ પકડવા માટે બોલાવવામાં આવી હતી. જ્યારે છોકરી આવી ત્યારે તે હસતી હતી, તેના ચહેરા પર ડરનો છાંટો પણ નહોતો. તેણે સાપને જાણે બાળકનો ખેલ હોય તેમ પકડી લીધો હતો. આ જોઈને લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઇન્સ્ટાગ્રામ યુઝર @invincible._ajita બિલાસપુરની છે અને એક વ્યાવસાયિક સાપ પકડવાનું કામ કરે છે. તેના એકાઉન્ટ પર તમને આવા ઘણા વીડિયો જોવા મળશે, જેમાં તે સાપ પકડતી જોવા મળે છે. પરંતુ અમે જે વિડિયો વિશે વાત કરી રહ્યા છીએ તે ખૂબ જ ચોંકાવનારો છે. અજિતાને એવી જગ્યાએ બોલાવવામાં આવે છે, જ્યાં સાપને જોઈને લોકો ડરી ગયા હતા. આ જગ્યા શાળા છે કે કોમ્પ્યુટર સેન્ટર છે તે ખબર નથી, પરંતુ અજિતાએ બહાદુરીથી ત્યાં હાજર શિક્ષકોનો ડર દૂર કર્યો હતો.
અજીતા હસતાં હસતાં કોમ્પ્યુટર લેબમાં પ્રવેશે છે. પાછળ ઉભેલા લોકો તેમને સાપ વિશે માહિતી આપી રહ્યા છે. તે સીધી કોમ્પ્યુટર પર જાય છે અને તેની પીઠ પાછળ હાથ મૂકીને સાપને પકડી લે છે. પછી તેણી કહે છે કે, તે ધમણ સાપ છે, જેને ભારતીય રેટ સ્નેક કહેવામાં આવે છે. અજિતાએ કહ્યું કે, આ સાપ ઝેરી નથી. લોકોએ પૂછ્યું કે, શું તે વરસાદમાં પણ ઝેરી નથી? ત્યારે અજિતાએ તેમની મૂંઝવણ દૂર કરી અને કહ્યું કે, જો સાપ ઝેરી હોય તો તે 365 દિવસ સુધી ઝેરી જ રહેશે, જો નહીં તો તે ક્યારેય ઝેરી નહીં હોય. પછી અજિતાએ સાપને પ્લાસ્ટિકની થેલીમાં ભર્યો અને હસતાં હસતાં પોતાની સાથે લઈ ગઈ હતી.
આ વીડિયોને 4 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું- બહેન, જરા તો ડરો, સાપનું થોડું સન્માન કરો! એકે મજાકમાં કહ્યું કે, સાપ વિચારતો જ હશે – તેનો પોતાનો આતંક ખતમ થઈ ગયો છે. એકે કહ્યું કે- મને લાગ્યું કે કોમ્પ્યુટર રીપેર થઈ જશે.