આગામી ૧લી ઓગસ્ટ સુધી જો શાકમાર્કેટ શરુ કરવામાં નહિ આવે તો લારી પાથરણા વાળા અને સ્થાનિક રહિશો સાથે મળી ને ઉગ્ર આંદોલન કરવામાં આવશે
અમદાવાદ
ભારતીય યુથ કોંગ્રેસના સિનિયર રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈએ જણાવ્યું હતું કે આજરોજ ઓઢવ વિમલ પાર્ક ચાર રસ્તા ખાતે AMC દ્વારા નવ નિર્માણ પામેલ શાક માર્કેટ માં શાકભાજી અને ફ્રુટ નો વેપાર કરતા લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા.૧ મહિના જેટલો સમય થયો છે, શાક માર્કેટ નું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલ હોવા છતા હજુ પણ બંધ હાલત માં છે જેના કારણે માર્કેટ માં વર્ષો થી વેપાર કરતા લારી પાથરણા વાળા રોડ ઉપર ઉભા રહેવા મજબૂર છે. રોડ પર ઉભા રહેવાને કારણે દબાણ ખાતા દ્વારા પણ અવાર નવાર એમની લારી અને પાથરણાં ઉઠાવી લેવામાં આવે છે જેના લીધે રોજ કમાઈ ને રોજ ખાવા વાળા ગરીબ વર્ગ ના લોકો ને મુશ્કેલીનો સમનો કરવો પડે છે.બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે શાક માર્કેટ નું કામ ૧ મહિના થી પૂર્ણ થઈ ગયેલ હોવા છતા કોર્પોરેશન ના અણઘડ વહિવટ ના કારણે શરુ ન થતા લારીએ રોડ પર ઉભી રહેવાને કારણે રાજેન્દ્ર પાર્ક થી અમરનગર તરફ ના મુખ્યમાર્ગ પર ભયંકર ટ્રાફિક અને ગંદકી ની સમસ્યા નો સામનો સમગ્ર ઓઢવના લોકો કરી રહ્યાં છે.આગામી ૧લી ઓગસ્ટ સુધી જો શાકમાર્કેટ શરુ કરવામાં નહિ આવે તો લારી પાથરણા વાળા અને સ્થાનિક રહિશો સાથે મળી ને ઉગ્ર આંદોલન કરવામાં આવશે