હાર્ટ એટેકનો ગમે ત્યાં, અને ગમે ત્યારેનો કોપ ચાલુ રહેવા પામ્યો છે. હવે પેટ્રોલ પર હાર્ટ એટેકથી મોતનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના બીડમાં સ્કૂટીમાં પેટ્રોલ પુરાવતી વખતે હાર્ટ એટેક આવતાં એક ટીચરનું મોત થયું હતું.
શિક્ષક બાબાસાહેબ મિસાલ તેમના સ્કૂટરમાં તેલ ભરવા પેટ્રોલ પંપ પર ગયા હતા. અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. થોડી જ સેકન્ડોમાં તે નીચે પડી ગયો અને મૃત્યુ પામ્યો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે શિક્ષક બાબાસાહેબ મિસાલ પોતાની સ્કુટીમાં પેટ્રોલ પુરાવવા પેટ્રોલ પંપ પર જાય છે. તે સ્કૂટર પર બેસી પોતાના વારાની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો. તેઓ ટુ-વ્હીલર સાથે જમીન પર પડે છે. આ ઘટના બીડ જિલ્લાના નગર રોડ પર સ્થિત પોલીસ પેટ્રોલ પંપની છે. પેટ્રોલ પંપ પર હાજર લોકોએ શિક્ષક બાબા સાહેબ મિસાલને CPR આપ્યું હતું. જે બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તબીબોના જણાવ્યા અનુસાર તેનું મૃત્યુ પહેલા જ થઈ ચૂક્યું હતું.