બગસરા થી રાજકોટ જતી બસ દ્વારા એક મહિલાને ઠોકર લગતા બીજી તરફ ફેંકાઈ જતા સામેથી આવતી બસ રાજકોટ દીવની ઠોકરે આવતા મહિલાનું મોત નિપજ્યું હતુ.
જાણવા મળતી માહિતી મુજબ બગસરા એસ ટી ડેપોના અધિકારી જે ડ્રાઈવરને બગસરા થી રાજકોટ રૂટની બસમાં મોકલવામાં આવેલ હતો તે ડ્રાઈવર હજુ તો 12 કલાકની નોકરી કરીને ઉતરિયો હતો કે તરતજ અન્ય નોકરી સોંપી દેવામાં આવેલી હતી.જેના હિસાબે આ ડ્રાઈવર નીંદર પૂરી ના થયેલ હોવાથી રસ્તામાં જોકુ આવી જતા અક્સ્માત સર્જાયો હતો.
આ ડ્રાઈવર હજુ તો વહેલી સવારે 5 કલાકે સુરત થી બગસરા બસ લઈને પહોંચેલ હતો કે અઘોર તંત્ર દ્વારા આ જ ડ્રાઈવરને 5.30 એ ઉપડતી બગસરા થી રાજકોટ બસમાં ડ્રાઈવર દ્વારા કહેવાથી તેની ઓવર ટાઇમની નોકરી લખી નાખી હતી. તો આ ડ્રાઈવરને અસહ્ય થાક લાગેલ હોવાથી બગસરા થી ઉપાડતા કોઠારીયા પાસે એક મહિલા ડીવાયડર ઉપર ઊભેલી હતી જ્યારે ડ્રાયવરને જોકું આવી જતા ઠોકર મારી હતી ત્યારે આ મહિલા બીજી તરફ આવતી રાજકોટ સોમનાથ દીવ બસમાં પટકાતા આ મહિલાનું મોત નિપજ્યું હતું. તો બગસરા એસ ટી ડેપોની ઘોર બેદરકારીના લીધે આ અક્સ્માત સર્જાયો હતો. જ્યારે કોઈ પણ ડ્રાઈવર 12 કલાકની નોકરી કરીને આવે ત્યાર બાદ તેને ઓછામાં ઓછો 8 કલાકનો રેસ્ટ આપવો પડે પરંતુ આ ડેપો ના અણઘણ વહીવટના લીધે ફરી પાછી નોકરી સોંપાઈ હતી.
જ્યારે આ બાબતે ડેપો મેનેજરને પૂછતા તેમણે જણાવ્યું કે આ ડ્રાઈવર દ્વારા મારી પાસે આજીજી કરી ફરી નોકરી માગવામાં આવેલ હતી એટલે અમોએ નોકરી સોંપી હતી.
પરંતુ આવી રીતે જો આવી રીતે નોકરી સોંપવામાં આવે તો એસટી અમારી સલામત સવારીનું સરકારનું સૂત્ર ઉપર પાણી ફરી વળે છે. જો આવી જ રીતે ડ્રાઈવરો દ્વારા ઓવર ટાઇમ માટે કહેવાથી નોકરી આપવામાં આવે તો બસ માં બેઠેલા 50 થી 60 જેટલા મુસાફરોની જવાબદારી કોની આવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યાં છે.