ઈરાનના તહેરાનમાં બુધવારે સવારે ઇઝરાયેલે ઘૂસીને હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઠાર કર્યો છે.તો આ હુમલાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આઈડીએફે હાનિયાને ગાઝા, પેલેસ્ટાઈન અથવા કતારમાં નહીં, પરંતુ ઈરાનની રાજધાની તહેરાનમાં ઠાર કર્યો છે. હમાસે પોતે નિવેદન જાહેર કરીને હાનિયાના મોતની પુષ્ટી કરી છે.
વાસ્તવમાં હમાસનો વડો ઈસ્માઈલ હાનિયા મંગળવારે (30 જુલાઈ)એ ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયો હતો.
આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે આજે બુધવારે સવારે ઈઝરાયેલે તેના ઘરને ત ઉડાવી દીધું હતું, જેમાં ઈસ્માઈલ હાનિયા ઠાર થયો છે. આ હુમલામાં હાનિયાને બોડીગાર્ડનું પણ મોત થયું છે.
હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા ઈઝરાયેલ માટે મોટી સફળતા છે. ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હમાસે ઈઝરાયેલને મોટો ઘા આપ્યો હતો. તે જ દિવસે, હમાસે મિસાઇલો અને રોકેટ વડે ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો, જેમાં ડઝનેક ઇઝરાયેલીઓ માર્યા ગયા હતા. આ પછી જ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી. ત્યારથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલે ૭ ઓક્ટોબરે હમાસ ચીફની હત્યા કરીને બદલો લીધો છે.
ઈઝરાયેલ દુશમન દેશોમાં ઘૂસીને દુશ્મનોનો ખાત્મો બોલાવવા માટે જાણીતું છે,ત્યારે તેણે ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસીને હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી નાખી. ઈરાનમાં ઘૂસીને હમાસના વડાની હત્યા કરવાનો અર્થ એ છે કે સ્થિતિ વધુ ખરાબ થવાની છે. ઈરાન ઈઝરાયેલના આ પગલા પર ચૂપ રહેવાનું નથી. ઈરાન ચોક્કસપણે ઈઝરાયેલ સામે બદલો લેવાનો પ્રયાસ કરશે.