ખબર જ નહોતી કે રેઇડ ક્યાં પડવાની છે,.. કવર ખોલ્યું અને નીકળા સ્પા અને હોટલોનાં નામ..

Spread the love

અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં ચાલતા સ્પા અને હોટલોની અંદર થતા ગોરખધંધાઓ ઘણી વખત સામે આવ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ ચાલતા આ અનૈતિક વેપારને સ્થાનિક પોલીસ મદદ કરતી હોવાની વાતો પણ સામે આવી હતી. પરંતુ ગુજરાતની CID ક્રાઇમે એક જ રાતમાં 35 જગ્યાએ રેડ કરીને આરોપીઓને ઝડપી લીધા છે. અમદાવાદની મોંઘી હોટલો અને તેમજ ગાંધીનગરની કેટલીક હોટલોમાં એક સાથે CID ક્રાઈમની 35 પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ રેડમાં જોડાઈ હતી અને દરેક જગ્યાએ રેડ કરી આખા રેકેટના પર્દાફાશ કર્યો છે. આ રેડ માટે CID ક્રાઇમના વડાએ 35 PIને સીલબંધ કવર આપી રેડ માટે દોડાવ્યા હતા.

આ રેડમાં હોટલોમાંથી વિદેશી યુવતીઓ મળી આવી છે, જેને અનૈતિક કામ માટે સ્પામાં સંતાડવામાં આવી હતી, જ્યારે કેટલીક હોટલમાં દારૂ, યુવતીઓ અને ટ્રાન્સજેન્ડર પણ મળી આવ્યા છે. જેમાં પોલીસે બીજા ગુના નોંધ્યા છે. આ સમગ્ર રેડ દરમિયાન CID ક્રાઇમે કુલ 22 જેટલા ગુના નોંધીને સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાવી દીધો છે. તેમજ 42 લોકોની અટકાયત કરી છે.

ગાંધીનગરથી એસજી હાઈવે અને અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા સ્પા તેમજ હોટલમાં એક જ રાતમાં અલગ-અલગ જગ્યાએ CID ક્રાઈમ અને રેલવેની ટીમે રેડ કરી છે. આ સમગ્ર મામલે ખૂબ જ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે અને તેમાં પણ ખાસ કરીને CID ક્રાઈમની સૌપ્રથમ વખત આટલી મોટી હોટલ અને સ્પાની રેડ સામે આવતા હવે અનૈતિક કામો સાથે જોડાયેલા લોકોમાં ફાફડાટ વ્યાપી ગયો છે. ઐય્યાશી માટે હોટલના રૂમ અને સ્પામાં જ હતા.

સીઆઇડી ક્રાઈમના અધિકારી પાસેથી મળતી માહિતી

પ્રમાણે ગઈકાલે સીઆઇડી ક્રાઈમ અને રેલવેના 35 પોલીસ

ઇન્સ્પેક્ટરને CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડીયને

બોલાવ્યા હતા અને ત્યારબાદ બધાને એક કવર આપ્યું

હતું . ત્યારબાદ રેડ કરવા માટે જણાવ્યું હતું. દરેક કવરની

અંદર અલગ-અલગ જગ્યાની વિગતો હતી અને આ

વિગતોમાં હોટલ અને સ્પાના સરનામાં હતા. જ્યાં તમામ

ટીમે રેડ કરતાં ખૂબ ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

જેમાં અમદાવાદ અને ગાંધીનગરના ઘણી હોટલ અને સ્પા

પર રેડ કર્યા બાદ વિદેશી યુવતીઓ દારૂની મહેફિલ અને

અન્ય યુવતીઓને લાવવામાં આવી હોય તેવી વિગતો સામે

આવી હતી અને પોલીસે તમામની ધરપકડ પણ કરી છે. કુલ

35ની અંદર 20 જગ્યાએ સફળ રેડ થઈ ગઈ હતી. જ્યારે

બીજી 15 જગ્યાએ નીલ રેડ થઈ હોવાનું સામે આવ્યું છે.

આ અંગે CID ક્રાઈમના ડીવાયએસપી આરએસ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ-ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી છે. જેમાં ઈલીગલ ટ્રાફિકિંગના 13 કેસ, પાંચ વિદેશી યુવતીઓને વિઝાના શરતભંગના કેસ કરવામાં આવ્યા છે, જ્યારે દારૂની બોટલ પણ મળી આવી છે. જેમાં આરોપીઓ પણ હતા. જે અંગે પણ ગુનો નોંધવામાં આવે છે. અંદાજે 20થી 22 જેટલા ગુના નોંધ્યા બાદ હાલ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

1. અર્બન એક્વા સ્પા(સરગાસણ ચાર રસ્તા, ગાંધીનગર)

2 . ગેલેક્સી સ્પા(ટાઇમ સ્કવેર્સ ગ્રાન્ડ સિંધુ ભવન રોડ,અમદાવાદ)

3. માહેરા સ્પા(શ્રેયા અલમગા કોમ્પ્લેક્સ, એવલોન હોટલ સામે થલતેજ)

4. વિવાન્તા સ્પા (ગ્રાન્ડ ફ્લોર 145 કોમ્પ્લેક્સ, ભાગવત વિદ્યાપીઠ, સોલા)

5. માહેરા સ્પા (119, પહેલો માળ ઇસ્કોન ચાર રસ્તા, સિવાલિક સીલ)

6. હોટલ પ્રગતિ ગ્રાન્ડ(ઝાયડસ હોસ્પિટલ પાસે, અમદાવાદ )

7. હોટલ આઇલેન્ડ પાર્ક(ચોથો માળ, પટેલ એવન્યુ, થલતેજ)

8. ન્યુ કમ્ફર્ટ ઇન(ચોથો માળ સિગ્મા લીગસી કોમ્પ્લેક્સ, પાંજરા પોળ)

9. હોટેલ રમાડા(કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર)

10. મારૂતિ હોટેલ(સિટી ગોલ્ડ, થિયેટર પાછળ, આશ્રમ રોડ)

11. હિલલોક હોટલ

12. હિલલોક હોટલ (ઝુંડાલ સર્કલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com