અમરેલીના સાંસદ સંગાથે પાંચેય ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી,નેશનલ હાઇવે, રેલવે, પર્યાવરણ, ફોરેસ્ટ, સિંચાઈના પાણી સહિતના પ્રશ્નોના નિરાકરણની કવાયત

Spread the love

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને રાષ્ટ્રીય ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા,ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા,પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને સાંસદ પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણીની શુભેચ્છા મુલાકાત

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા અને ભૂપેન્દ્રભાઈ યાદવ સાથે જિલ્લાના વિકાસની રૂપરેખા ચર્ચા કરતા અમરેલી જિલ્લાના નેતાઓ

સાવરકુંડલા

ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે ત્યારે અમરેલી જિલ્લો ખેતી નિર્ભર જિલ્લો હોય સાથે ગીર ની શાન ગણાતા સિંહોનો ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં 80 ટકા જેટલી વસ્તી ખેતી સંલગ્ન હોય ત્યારે કેન્દ્રની તથા રાજયની ભાજપ સરકાર દ્વારા અમરેલી જીલ્લાના વિકાસ માટે અઢળક ગ્રાન્ટો અને કામો આપવામાં આવી રહયા છે હાલ આ જીલ્લો વિકાસ તરફ ખુબજ આગળ વધી રહયો છે ત્યારે કેટલાક અમરેલી જીલ્લાના પાયા ના પ્રશ્નો જેવા કે નેશનલ હાઇવે, રેલવે, ફોરેસ્ટ અને પર્યાવરણ, સિંચાઇ અને પાણી જેવા મહત્વના પ્રશ્નોને તાકીદે નિવારણ આવે અને અમરેલી જિલ્લો અમર વેલી બની જાય તેવા ધ્યેય સાથે કામ કરતા સ્વભાવના સરળ અને કામોમાં નિપુણ ગણાતા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાની આગેવાનીમાં અમરેલી જીલ્લાના પાંચેય ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતા. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબદંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, હીરાભાઇ સોલંકી, જનકભાઈ તળાવીયા, જે.વી. કાકડીયા આજે દિલ્હી દરબારમાં પહોચ્યા હતા. દિલ્હી દરબારમાં ઉપરાષ્ટ્રપતીશ્રી જગદીપ ધનખડજી તથા લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યાર બાદ આપણા ગુજરાતનું ગૌરવ અને દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજી સાથે પણ કાયદો અને વ્યવસ્થા બાબતે મુલકાત કરી ચર્ચા વિચારણાઓ કરી હતી. રાષ્ટ્રીય ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડાજી તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી ર્ડા.મનસુખભાઇ માંડવીયા અને ભુપેન્દ્ર યાદવજી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી સાથે અમરેલી જિલ્લાના વિકાસની રૂપરેખાઓ લઈને જિલ્લાને નવી ઊંચાઈ પર લઈ જવાની નેમ સાથે વિધાનસભાના નાયબ મુખ્યદંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશીકભાઈ વેકરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, રાજુલાના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા, લાઠીના ધારાસભ્ય જનકભાઇ તળાવીયાએ સતત બે દિવસથી દિલ્હી દરબારમાં ધામા નાખીને અમરેલીના વિવિધ પ્રશ્નો બાબતે કેન્દ્રીય નેતાઓને મળી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com