પ્રગતિ આહિરને હાઈકોર્ટથી મળી રાહત,..પોલીસ સ્ટેશને હાજર થવા જણાવ્યું

Spread the love

અમદાવાદમાં 2 જુલાઈના રોજ કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ મામલે પ્રગતિ આહિર સહિતના નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સેશન્સ કોર્ટમાં રાહત ન મળતાં હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે પ્રગતિ આહિરનાં આગોતરા જામીનની અરજી મંજૂરી કરી હતી. સાથે 5 તારીખે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને હાજરી જણાવ્યું હતું.

કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો મુદ્દે પોલીસ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસે સામસામે ફરિયાદો નોંધાવી હતી. બનાવના દિવસે રાત્રે જ પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી, તેમાં કોંગ્રેસના શહેઝાદ ખાન પઠાણ અને પ્રગતિ આહીર સહિત ભાજપ અને કોંગ્રેસના 150થી 250ના ટોળા સામે BNSनी ऽलम 189(2), 191(2), 191(3), 190, 125b,121(2) અને 121(1) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.

જે સંદર્ભે પ્રગતિ આહીરે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ

સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી

મૂકી હતી, જેને કોર્ટે 23 જુલાઈના રોજ ફગાવી દીધી હતી.

જેથી પ્રગતિ આહીરે પોતાની ધરપકડ ટાળવા હવે હાઈકોર્ટ

પહોંચ્યા છે. જે વકીલ દ્વારા અગાઉ આ કેસમાં કોંગ્રેસના

પાંચ કાર્યકરોને જામીન મળ્યા હતા, તે જ એડવોકેટ હૃદય

બૂચ જ પ્રગતિની અરજી ઉપર રજૂઆત કરી હતી. 31મી

જુલાઈએ જજ એમ.આર.મેંગડેની કોર્ટમાં તેમણે જણાવ્યું

હતું કે, અગાઉ આ જ ફરિયાદ સંદર્ભે 5 સહઆરોપીઓને

આ કોર્ટ જામીન આપ્યા છે. તેનો ઓર્ડર કોર્ટ સમક્ષ મૂકાયો

હતો. અરજદારે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારી સિવાય

કોઈના નિવેદન લેવાયાં નથી.

સરકારી વકીલે આ આગોતરા જામીન અરજી સામે વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપીનું નામ પોલીસ ફરિયાદમાં છે. ઘટનાની વીડિયોગ્રાફીમાં આરોપીનો રોલ સ્પષ્ટ થાય છે. બેથી ત્રણ મહિલા કર્મચારીઓએ તેમને રોકવા પ્રયત્ન કર્યો પણ તેઓ રોકાયા નહિ, બીજા લોકોને પણ ઉશ્કેર્યા. આ મહિલા પોલીસ કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા છે. કોર્ટે આરોપીને 5 તારીખે એલિસબ્રિજ પોલીસ મથકે હાજર થવાનો હુકમ કરી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

સીટી સેશન્સ કોર્ટમાં અરજદારના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર નિર્દોષ છે. અરજદાર સામે પ્રથમદર્શી કેસ બનતો નથી. અરજદારની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી. પહેલા ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ ભવન ઉપર અરાજકતા ફેલાવી હતી. એક જ બનાવમાં ત્રણ FIR નોંધવામાં આવી છે. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આરોપીના જામીન અરજી વિરુદ્ધ દલીલ કરી હતી કે, ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ કર્મરાજસિંહને ઇજા થયેલી છે અને તે નજરે જોનાર સાહેદ છે. આરોપી સામે રાયોટિંગનો ગુનો નોંધાયો છે. પોલીસના સમજાવવા છતા આરોપી સમજ્યા નહોતા. આરોપીઓ પાસે પાવડાના હાથા, લાકડીઓ, પથ્થર વગેરે હતા. આ બનાવમાં પોલીસ અને હોમગાર્ડના કર્મચારીઓને ઇજા થઇ છે. આરોપીની બનાવમાં સક્રિય ભાગીદારી છે. આરોપીએ પોલીસના કામમાં વિક્ષેપ સર્જ્યો હતો. BNSની કલમ 121(2) મુજબ 10 વર્ષની સજાની જોગવાઈ છે.

કોર્ટે પ્રગતિ આહીરની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, આ કેસમાં હજુ તપાસ બાકી છે અને ચાર્જશીટ થઈ નથી. આરોપીનું પોલીસ ફરિયાદમાં પહેલેથી જ નામ છે. આરોપીએ સુલેહ શાંતિનો ભંગ કર્યો છે. આરોપીની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. CCTVમાં આરોપીનો સક્રિય રોલ છત્તો થાય છે. BNSની કલમ 121(2) મુજબ પોલીસ/સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને હુમલાના કેસમાં 10 વર્ષની સજા થઈ શકે છે. આરોપી રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી કાયદો અને વ્યવસ્થા હાથમાં લઇ શકે નહીં. કોર્ટે પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

પ્રગતિ આહીર જૂનાગઢના માંગરોળ તાલુકાના લોએજ વતની છે. જ્યારે તે ધોરણમાં 6માં અભ્યાસ કરી રહી હતી ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેની માતા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ જીત્યાં હતાં ત્યારબાદ કોંગ્રેસને સમર્થન આપીને પ્રમુખ બન્યાં હતાં. પ્રગતિ આહીરે રૂરલ સ્ટડીમાં બેચલર કર્યું છે. વાત ફિલ્મી કરીએ તો પ્રગતિ જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં હતી, ત્યારે ગુજરાતી ફિલ્મ ગુજરાતના નાથથી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ગુજરાતી અને રાજસ્થાની ભાષામાં કુલ 22 ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રગતિએ મુંબઇમાં એક્ટિંગ શીખી હતી.

2019માં રાજકારણમાં પગ મૂક્યો હતો અને કોંગ્રેસમાં જોડાઇ હતી અને અત્યારે તે સેવાદળ ગુજરાતની અધ્યક્ષ છે, ગુજરાત કોંગ્રેસની પ્રવક્તા અને મહારાષ્ટ્ર AICC કોમ્યુનિકેશન કમિટીમાં કો- ઓર્ડિનેટરની ભૂમિકા ભજવેલી છે. 2023માં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી વિરોધી કામ કરવાના આરોપસર કોંગ્રેસે છ વર્ષ સસ્પેન્ડ કરી હતી. જોકે, ત્યારબાદ ફરી કોંગ્રેસમાં એક્ટિવ થયા હતા અને વિવાદને સાઈડમાં રાખીને કોંગ્રેસ માટે કામગીરી કરી હતી. તે કોંગ્રેસના મહિલા સેવા દળના અધ્યક્ષ રહી ચૂક્યાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ જોડાયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com