ઝાલોદ તાલુકાના લીમડીમાંથી એક વિચિત્ર પણ આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. એક મકાનમાં ચોર ઘુસી જતા જયારે પોલીસને બોલાવવા ફોન કર્યો તે દરમિયાન જે બન્યું તેની સમગ્ર પંથકમાં ચર્ચા થઇ રહી છે. પોલીસને બોલાવવા ફોન કર્યો પરંતુ તેમના જવાબ સાંભળીને ચોક્કસપણે તમને પણ નવાઈ લાગશે તેવા જવાબ આપવામાં આવતા આ આ સમગ્ર મામલો ટોક ઓફ ટાઉન બન્યો છે.
લીમડીના મોડી રાતે પોલીસ સ્ટેશન મથકના 1 કિલો મીટર વિસ્તારમાં આવેલા ઝાલોદ રોડ ખાતે એક રહેણાંક મકાનમાં ચોરી થઈ. ચોરોએ બાજુના મકાનના ધાબા પરથી ચોરીના મકાનમાં પ્રવેશ નીચે જઈ અંદરથી બંધ કરેલ દરવાજો ખોળી પોતાના સાથી ચોરોને પણ અંદર પ્રવેશ કરાવ્યો. અંદાજીત 6 થી 7 તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી આતંક મચાવ્યો હતો અને ઘરમાં રહેલા લોકોને દરવાજા બંધ કરી અંદર જ બંધ કરી દીધા હતા.
ઘરમાથી અવાજ આવતા મકાનમાલિકે પ્રવિણ કલાલે સીસીટીવી કેમેરા ચેક કરતા ચોર નજરે પડતા તેમને તરતજ પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો. લીમડી પોલીસ મથકમાં રાત્રી ફરજ બજાવતા અજિત ડામોર નામના પોલીસ કર્મી દ્વારા કોલ ઉપાડવામાં આવ્યો હતો. પરંતુ ફોન ચાલુ છતાં પણ પોલીસ કર્મચારીએ પ્રવિણ કલાલ સાથે અંદાજીત 5 મિનિટ કોલ પર ટાઈમ પાસ કર્યો હતો. જયારે તેમને ફોન વાત કરી કેમ, ઘરમાં ચોર ઘુસી આવ્યા છે તો તે સાંભળીને પણ પોલીસે કોઈ એક્શન લીધા ન હતા.
ઘર માલિક દ્વારા લેન્ડ લાઇન પર કોલ કર્યો હતો પરતું પોલીસ કર્મી પુછે છે કે, આ નંબર કોને આપ્યો. તેમજ લીમડી પોલીસ મથકમાં આવી ફરિયાદ લખાવી જાઓ તેવો કોલ પર ઉલ્લેખ કરે છે. જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ત્યાં સુધી કોઈ એકશન લેવાશે નહીં. અહીં સવાલ એ છે કે, ચોર ઘરમાં છે તે ઇમરજન્સી માટે જ ફોન કર્યો તેમ છતાં પણ પોલીસ દ્વારા આવા જવાબ આપતા પોલીસ ખાતું કેટલું નિષ્ક્રિય છે તે આના પરથી સમજી શકાય છે.
નોંધનીય છે કે, ફોન પર સતત ઘરમાં ચોર છે એવું ફરિયાદી કહે છે. તેમ છતાં પણ સામે પોલીસકર્મી સરખો જવાબ આપતા નથી અને ફોન હોલ્ડ ઉપર રાખી દે છે.કહે છે કે, હા મને પેલા પૂરું જાગી લેવા દો,ચોર ભલે ઘરમાં રહ્યાં તમે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી જાવ પછી કોઈ પણ કાર્યવાહી થાય એવું કહેતા મકાન મલિક એવું પણ પૂછે છે કે, ચોર અહીં જ છે તો કઈ રીતે આવું ત્યાં સુધી તો જતા રહેશે પરંતુ તેમ છતાં પણ કોઈ સરખો જવાબ મળતો નથી. જો કે હવે, બનાવ સંદર્ભ પોલીસ દ્વારા ફરિયાદીને પોલીસ મથકે બોલાવી ફરિયાદની કામગીરી હાથ ધરી છે.
આ મામલે DYSP ડી આર પટેલ જણાવ્યું હતું કે, હેડ કોન્સ્ટેબલ અજિત પાવર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાં આવી છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચોરીમાં આશરે 25000 જેટલો મુદામાલ ગયો છે.