ગત ૨૬ તારીખે યુવતી આદિપુરની હોસ્ટેલમાંથી પોતાની બહેનપણીના ઘરે જવાનું કહીને નીકળીને પરત ન ફરતાં મા બાપને જાણ કરાઈ હતી. જેઓએ પોલીસ મથકે ગુમ હોવાની નોંધ લખાવી હતી. જોકે, આ કેસમાં બીજા દિવસે યુવતી પરત ફરી હતી. આ કેસમાં પોલીસે કપાસ કરતાં તેને ભગાડી જનાર યુવક મુસ્લિમ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આ કેસમાં ભુજ તાલુકાના કુનરીયા ગામના સોયબ કાસમ સુમરા (ઉ.વ.૨૨) સામે દુષ્કર્મ, અપહરણ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પી.એસ.આઈ. બી. જી. ડાંગરે વિગતો જાહેર કરી હતી કે, યુવકે સોશ્યિલ મીડિયાના માધ્યમથી યુવકનો સંપર્ક કર્યો હતો. જેને સંબંધ કેળવીને પરેશાન કરી હતી. આ બનાવમાં આરોપીએ યુવતીને ફોન કર્યો હતો. પરંતુ યુવતીએ ફોન કરવાની ના પાડતા તેને બળજબરીપૂર્વક વાત કરવાની ધમકી આપી હતી. જો વાત નહિં કરે તો તેને બદનામ કરી દેવાની ધમકી આપતો હતો. આમ યુવતી ફસાઈ ગઈ હતી પણ એક દિવસમાં ભાન થઈ જતાં તે પરત ફરી હતી.
આ સિવાયના બીજા કેસમાં વિગતો એવી છે કે, સૈજપુરમાં રહેતી એક ૨૦ વર્ષની યુવતીએ તેના પ્રેમી અને પ્રેમીની પત્ની સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતી માતાની સાથે કેટરર્સમાં મજુરી કામે જતી હતી ત્યારે તેમને રિક્ષા લઈને આરોપી યુવક લેવા મુકવા આવતો હતો. જેથી યુવતી અને તેના વચ્ચે આંખો મળી ગઈ હતી. આ યુવક મારઝૂડ કરીને બ્લેડ છરી મારીને શરીરે નુકસાન કરીને ડરાવતો હોવાથી ચાર મહિના પહેલાં પહેલાં યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતાં તેને યુવતીને ધમકાવી હતી. આમ છતાં તે ટસની મસ થઈ ન હતી. 16મી ઓગસ્ટના રોજ તે ઘરની વસ્તુ લેવા બહાર નીકળી હતી, તે સમયે આરોપી અને તેની પત્ની બાઇક લઈને ત્યાં આવ્યા હતા અને યુવતીને છરો બતાવીને બાઈક પર બેસાડી અપહરણ કરી કોર્ટ પાસેના વિસ્તારમાં લઈ જઈને મૈત્રી કરાર કરાવી લીધો હતો.
આટલેથી પણ ના અટકી પ્રેમીએ યુવતી સાથે શરીર સંબંધ રાખવાની વાત કરતા યુવતીએ પ્રતિકાર કર્યો હતો. જેમાં પત્નીની મદદથી તેને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. તા. ૨૪ના રોજ આરોપી દવા લેવા ગયા ત્યારે તકનો લાભ લઈને યુવતી ત્યાંથી ભાગી ગઇ હતી અને કેનાલ ઉપર જઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસ હવે આગળની કાર્યવાહી કરી રહી છે પણ આ પ્રકારના કેસો એ સમાજ માટે દુષણ જેવા છે. અહીં યુવતીએ ભાગી જઈને આખરે પોલીસ સ્ટેશને પહોંચી છે. કૃષ્ણનગર પોલીસ આ કેસમાં તપાસ ચલાવી રહી છે.