ઓલિમ્પિકમાં મહિલા સાથે પુરુષ ખેલાડીનો મુકાબલો ગોઠવી દેવાતા બોક્સર રડવા લાગી, જુઓ વિડીયો

Spread the love

પેરિસ ઓલિમ્પિક એક રોમાંચક મુકામ પર આવી ચુકી છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં એક વિવાદાસ્પદ મેચ જોવા મળી. ઇટાલિયન બોક્સર એન્જેલા કૈરિનીએ તેના અલ્જીરિયન પ્રતિસ્પર્ધી ઇમાન ખલીફ સામેની મેચ માત્ર 46 સેકન્ડમાં જ છોડી લીધી, અને પછી રડવા લાગી. આ મેચ પછી, કૈરિનીએ ખુલાસો કર્યો કે તેને પહેલા ઘણી જોરથી ખલીફનો પ્રહાર લાગ્યો.

ખલીફ એ બે બોક્સરમાંથી એક છે જેમને ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટેસ્ટોસ્ટેરોન અને લિંગ પરીક્ષણમાં નિષ્ફળ જવા છતાં ઓલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. કૈરિનીને ખલીફનો પ્રહાર લાગ્યા બાદ તેને મેચ છોડી દીધી હતી અને રડવા લાગી હતી. ખલીફે તેને તેની દાઢી પર જોરથી માર માર્યો હતો જેના કારણે તેને લોહી નીકળ્યું હતું. પહેલા જ પંચમાં તેનો ચિનસ્ટ્રેપ કાઢી નાખ્યો હતો.

કૈરિનીએ કહ્યું, ‘હું દિલથી તૂટી ગઈ છું. હું મારા પિતાનું સન્માન કરવા માટે રિંગમાં ગઈ હતી. મને ઘણી વખત કહેવામાં આવ્યું હતું કે હું એક ફાઇટર છું, પરંતુ હું મારા સ્વાસ્થ્ય માટે અહીં અટકવાનું પસંદ કરીશ. મને ક્યારેય આવો પંચ નથી લાગ્યો. હું લડવા માટે રિંગમાં ગઈ હતી, મેં હાર નથી માની. પરંતુ એક મુક્કાથી મને ઘણું વાગ્યું અને એટલે મેં કહ્યું, બહુ થયું. હું મારું માથું ઊંચું રાખીને બહાર જઈ રહી છું.’

કૈરિનીએ વધુમાં કહ્યું, ‘વર્ષોના અનુભવ છતાં, બીજા પંચ પછી મને મારા નાકમાં ખૂબ જ જોરથી દુખાવો થયો. તેથી જ મેં કહ્યું, બહુ થયું. નાક પર મુક્કો લાગ્યા બાદ હું મેચ પૂરી કરી શકું એમ ન હતી. તેથી તેને ખતમ કરવી વધુ સારી હતી. હું તૂટી ગઈ છું કારણ કે હું એક ફાઇટર છું, તેમણે મને ફાઈટર બનવાનું શીખવ્યું. મેં હંમેશા સન્માન સાથે વર્તન કરવાનો પ્રયાસ કર્યો છે, મેં હંમેશા મારા દેશનું પ્રતિનિધિત્વ વફાદારીથી કર્યું છે. આ વખતે હું તે ન કરી શકી, કારણ કે હું વધુ લડી શકું એમ નથી. મારી સામે જે હતું, એને કોઈ લેવાદેવા નથી. હું તે વ્યક્તિનો સામનો કરવા માંગતી હતી જે મારી સામે હતી અને લડવા માંગતી હતી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *