બાંગ્લાદેશમાં અનામતની આગને કારણે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે. બાંગ્લાદેશના આર્મી પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું કે, અમે વચગાળાની સરકાર બનાવીશું.
બાંગ્લાદેશમાં આર્મી પ્રમુખે કહ્યું કે, વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે અને વચગાળાની સરકાર બનાવીને શાસન કરીશું.
અમને થોડો સમય આપો, આપણે બધા મળીને તમામ સમસ્યાનું સમાધાન કરવામાં સક્ષમ બનીશું. શાંતિ બનાવી રાખો, આપણા દેશનું ઘણુ નુકસાન થઇ રહ્યું છે.લોકો માર્યા જાય છે અને આ બધાથી દૂર રહીને મદદ કરો. હું આ બધાની જવાબદારી લઉં છું મને નેતૃત્ત્વ આપો હું બધુ સંભાળી લઇશ.
વધુમાં આર્મી ચીફે કહ્યું કે, તમારા લોકોની જે માંગ છે તેને પૂર્ણ કરીશું અને દયા કરીને આ તોડફોડ, આગ જેવી ઘટનાઓથી દૂર રહો.જો તમે લોકો અમારી સાથે મળીને ચાલશો તો અમે નિશ્ચિત રીતે સુંદર સ્થિતિ માટે અગ્રેસર બનીશું.મારપીટ અને હિંસાથી કંઇ મળવાનું નથી, કૃપા કરીને આવી ઘટનાઓથી દૂર રહો.જે હત્યા થઇ છે તેના પર ન્યાય કરવામાં આવશે. અમે દરેક પક્ષ સાથે વાતચીત કરી છે. મે તેમને આમંત્રણ આપ્યું હતું અને તે અહીં આવ્યા હતા અને અમે એક સારી વાતચીત કરી છે. અમને લાગે છે કે જે વાતચીત થઇ છે તે સફળ થશે.