બાંગ્લાદેશમાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. વડાપ્રધાન શેખ હસીનાના ઘરેથી બહાર આવેલા વીડિયોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ગુસ્સે થયેલા વિરોધીઓ પીએમ હાઉસમાં તોડફોડ કરતા જોવા મળે છે.
ગુસ્સે ભરાયેલા ટોળાએ વડાપ્રધાનના આવાસમાં તોડફોડ કરી એટલું જ નહીં ત્યાં રાખેલો સામાન પણ લઈ લીધો બાંગ્લાદેશમાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે.
#Bangladesh: Full video of protestors storming PM’s palace in Dhaka. Protestors can be seen inside the office of Sheikh Hasina.pic.twitter.com/I0F0vPJYpY
— Ahmer Khan (@ahmermkhan) August 5, 2024
વડાપ્રધાન શેખ હસીનાના ઘરેથી બહાર આવેલા વીડિયોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ગુસ્સે થયેલા વિરોધીઓ પીએમ હાઉસમાં તોડફોડ કરતા જોવા મળે છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ વડાપ્રધાનના આવાસમાં તોડફોડ કરી એટલું જ નહીં ત્યાં રાખેલો સામાન પણ લઈ લીધો.
X પર વાયરલ થયેલા એક વીડિયોમાં પહેલા ભીડ વડાપ્રધાનના આવાસમાં ઘુસી ગઈ હતી. ત્યારબાદ બૂમો પાડતા યુવકો વડાપ્રધાનની ઓફિસ અને પછી તેમના બેડરૂમ તરફ દોડી ગયા. જ્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ રસ્તામાં એક રસોડું જોયું, ત્યારે તેઓ ત્યાં પ્રવેશ્યા, ભોજન લીધું અને પછી જે પણ વાસણો હાથમાં આવ્યા તે લઈ ગયા.