પવિત્ર નગરીમાં અનીતિનું મોટું કુધામ ઝડપાયું છે. એક જાણીતી હોટલમાં છેલ્લા ઘણા સમયથી વૈશ્યાવૃતિનો ખેલ ચાલતો હતો. હોટલવાળા બહારથી છોકરીઓને બોલાવીને ધંધો કરાવતા હતા. યુપીના વારાણસીમાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. રવિવારે એડીસીપી કાશી નીતુ કાદ્યાનના નેતૃત્વમાં સિગરા પોલીસે માલદહિયા ચારરસ્તા પાસે કાર્યરત એક હોટલ પર દરોડો પાડ્યો હતો.
હોટલના રૂમમાંથી 10 છોકરીઓને પકડીને તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી. છ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, આ દરોડાએ હોટલ સંચાલકોમાં હલચલ મચાવી દીધી હતી.
પોલીસ પૂછપરછમા એવું જણાયું કે આ યુવક-યુવતીઓને અરસપરસમાં કોઈ સંબંધ નથી. પકડાયેલી મહિલાઓ વૈશ્યાઓ છે. પોલીસે રુમમાંથી કોન્ડોમ સહિતનો બીજો સામાન પણ મળ્યો છે.
એડીસીપી કાશી નીતુ કાદ્યાને સિગરા પોલીસની સાથે પ્રખ્યાત હોટલ પર દરોડા પાડ્યાં હતા. પોલીસની નજર પડતાં જ હોટલમાં અંધાધૂંધી મચી ગઈ હતી. પોલીસે પીછો કરીને સ્થળ પરથી નાસી છૂટેલા યુવકોને પકડી લીધા હતા. જ્યારે યુવતીઓ રૂમમાંથી ઝડપાઈ હતી.
સેક્સ રેકેટમાં ઝડપાયેલી છોકરીઓને તેમના ઘરનાને સોંપવામાં આવી હતી. તેમના ઘરનાને ફોન કરીને બોલાવાયાં હતા. બીજી તરફ હોટલ સંચાલક ભાગી ગયો હતો.