અમદાવાદ
પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના ગૌરવ પરીખે જણાવ્યું હતું કે પેરાલેમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી ગુજરાતમાંથી PARIS 2024 PARALYMPIC GAMESમાં ભાગ લેવા જનાર ગુજરાતના દિવ્યાંગ પેરા રમતવીરોમાં
(૧) ભાવીનાબેન એચ. પટેલ- પેરા ટેબલ ટેનીસ Single Woman Class-4 માં ભાગ લેવા જઈ રહયા છે તેઓએ અગાઉ ટોક્યો ૨૦૨૦માં ભાગ લઇ સિલ્વરમેડલ મેળવેલ હતો અને એશિયન ગેમ્સમાં સિલ્વરમેડલ મેળવી રાજ્યનું અને દેશનું નામ રોશન કરેલ છે તેઓને ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરેલ છે.
(૨) સોનલબેન એમ.પટેલ- આંતરરાષ્ટ્રીય રમતવીર પેરા ટેબલ ટેનીસ Single Woman Class-3માં ભાગ લેવા જઈ રહયા છે અગાઉ ટોક્યો ૨૦૨૦માં અને એશિયન ગેમ્સમાં ભાગ લીધેલ હતો
૩). ભાવનાબેન એ.ચોધરી – F-46 કેટેગરીમાં Javelin Throwમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેઓ અગાઉ એશિયન ગેમ્સમાં ભાગ લીધેલ હતો.
૪). નિમિયા સી.એસ.- F-46 Long Jumpમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેઓ અગાઉ એશિયન ગેમ્સમાં ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવેલ છે.
૫). રાકેશકુમાર ડી. ભટ્ટ- T- 37 કેટેગરીમાં 100mtrમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેઓ અગાઉ એશિયન ગેમ્સમાં ભાગ લીધેલ છે.