સંઘવીએ આ બેઠકમાં તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે કેટલાંક જરૂરી સૂચનો પણ વિવિધ વિભાગના અધિકારીઓને આપ્યાં
અમદાવાદ
અમદાવાદમાં ૧૩ ઓગસ્ટના દિવસે અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી તેમજ અમદાવાદ પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા સંદર્ભે આજે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે આ તિરંગા યાત્રાનું કેવી રીતે સુચારું આયોજન થઈ શકે તેની વિગતવાર ચર્ચા કરી હતી. સંઘવીએ આ બેઠકમાં તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે કેટલાંક જરૂરી સૂચનો પણ વિવિધ વિભાગના અધિકારીશ્રીને આપ્યાં હતાં.આ બેઠકમાં અમદાવાદ શહેર અને જિલ્લાના સર્વે ધારાસભ્યશ્રીઓ, અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે તેમજ તમામ ઝોનના ડીસીપી તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.