ચાણક્યની નીતિઓ ભલે કઠોર કેમ ના હોય પરંતુ તેમાં જીવનની હકીકત છુપાયેલી છે. ચાણક્ય નીતિઓ ખૂબ જ પ્રચલિત છે જે આપણને જીવન વિશે ઘણુ શીખવે છે. તેમાંથી જ એક છે મહિલા અને પુરુષના સંબંધો વિશે. આચાર્ય ચાણક્ય અનુસાર, બંને મહિલા અને પુરુષ પોતાના માટે સારો જીવનસાથી શોધવાનો પ્રયાસ કરે છે. મહિલાઓ પુરુષોના કેટલાંક ખાસ ગુણો પર ફિદા થઇ જાય છે.
આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં કેટલાંક એવા ગુણ જણાવ્યા છે જેના હોવાથી મહિલાઓ પુરુષો પ્રત્યે આકર્ષિત થાય છે. મહિલાઓ આવા પુરુષોને ખૂબ જ પસંદ કરે છે અને તેમને પોતાના જીવનમાં સામેલ કરવા માંગે છે.
આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં લખ્યું છે….’યથા ચતુર્ભિ: કનકં પરીક્ષ્યતે, નિઘર્ષણચ્છેદનતાપતાડનૈ:, તથા ચતુર્ભિ: પુરુષ: પરીક્ષ્યતે, શ્રુતેન શીલેન ગુણેન કર્મણા’ આચાર્ય ચાણક્યએ આ શ્લોકમાં આદર્શ પુરુષના ગુણ અને આદતો વિશે જણાવ્યું છે, જે પુરુષ પ્રામાણિકતા, સારો વ્યવહાર અને સારો શ્રોતા હોય છે, તે દરેક જગ્યાએ સન્માન મેળવે છે અને આવા પુરુષોને સ્ત્રીઓ પણ ખૂબ જ પસંદ કરે છે.
આચાર્ય ચાણક્ય અનુસાર, જે પુરુષ પોતાની પત્ની અને પ્રેમિકા પ્રત્યે પ્રામાણિક હોય અને પારકી સ્ત્રીને ખરાબ નજરથી ન જુએ, તેની તરફ મહિલાઓ ખૂબ જ આકર્ષિત થાય છે. મહિલાઓ આવા પુરુષ સાથે સંબંધ ગાઢ બનાવવાના દરેક શક્ય પ્રયાસ કરે છે.
ચાણક્યના નીતિ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવના હોય, તેવા પુરુષો પર મહિલાઓ જલ્દી પોતાનું દિલ હારી જાય છે. શાંત અને સરળ વ્યક્તિ પ્રત્યે મહિલાઓ ખૂબ જ આકર્ષિત થાય છે. ચાણક્ય નીતિ અનુસાર, જે વ્યક્તિ શાંત સ્વભાવનો હોય અને જેની બોલી સૌમ્ય હોય, તેવા પુરુષો પર મહિલાઓ ફિદા થઇ જાય છે.
આચાર્ય ચાણક્ય કહે છે કે, મહિલાઓ સુંદરતા કરતાં વધુ વ્યક્તિત્વને મહત્વ આપે છે. મહિલાઓ જીવનસાથી પસંદ કરતી વખતે તેની સુંદરતા જોઇને નહીં, પરંતુ મન જોઇને આકર્ષિત થાય છે. પ્રામાણિક અને મહેનતી લોકોને જોઇને મહિલાઓ પોતાનું દિલ હારી જાય છે.
સૌકોઇ ઇચ્છે છે કે તેની વાતને ધ્યાનથી સાંભળવામાં આવે અને તેને મહત્વ આપવામાં આવે. તેવામાં દરેક મહિલાની મનથી ઇચ્છા હોય છે કે, તેનો જીવનસાથી સારા શ્રોતા સ્વભાવનો હોય. તે તેની દરેક નાની-નાની વાત સાંભળે, સમજે અને તેને મહત્વ પણ આપે. મહિલાઓ પોતાના જીવનસાથી સાથે પોતાનું દુખ વહેંચીને રાહત અનુભવે છે. એવા પુરુષો જે કઠોર વચન ના કહેતા હોય અને પોતાની મનમાની કરતા હોય તેમને મહિલાઓ પસંદ નથી કરતી.
પુરુષોના આ ગુણ તેમને મહિલાઓ વચ્ચે લોકપ્રિય તો બનાવે જ છે પરંતુ તે સમાજમાં પણ સન્માનને પાત્ર બને છે. આ ગુણ એક આદર્શ પુરુષની ઓળખ હોય છે.