વિકલાંગતા સાબિત કરો અથવા નોકરી છોડો, ગુજરાત સરકારને પણ પગલાં લેવા આદેશ

Spread the love

મહારાષ્ટ્રમાં બહુચર્ચિત પૂજા ખેડકર કાંડ બાદ હવે કેન્દ્ર સરકારનું DOPT(ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ) પણ સતર્ક બની ગયો છે. પૂજા ખેડકર જેવા નકલી અધિકારી અન્ય રાજ્યોમાં ન હોય એની તપાસ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દેશનાં તમામ રાજ્યોમાં વિકલાંગતા ધરાવતા કોઈ અધિકારી હોય તો તેની વિકલાંગતા તપાસવા માટેની સૂચના દરેક રાજ્ય સરકારને આપી છે. ગુજરાત સરકારને પણ આ જ આદેશ મળ્યા છે, જેને પગલે ગુજરાતના 5 IAS અને 2 IPS અને 1 IFS મળીને સિવિલ સર્વિસના કુલ 8 અધિકારીએ વિકલાંગતા સાબિત કરવી પડશે.

DOPTએ ગુજરાત સરકારને કરેલા આદેશમાં કહેવાયું છે કે સિવિલ સર્વિસીઝમાં રહેલા અને વિકલાંગતા ધરાવતા અધિકારીની વિકલાંગતા તપાસવામાં આવે. આ પ્રકારના તમામ અધિકારીના ફિટનેસ ટેસ્ટ કરાવવામાં આવે. આ ટેસ્ટ એઈમ્સ અથવા સરકારી હોસ્પિટલમાં કરવામાં આવે. આમ જોઈએ તો ગુજરાતમાં 5 એવા આઈએએસ છે, જે આંશિક વિકલાંગતા ધરાવે છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પણ બે આઈપીએસની પણ ખોટાં સર્ટિફિકેટ હેઠળ ભરતી થયાની ફરિયાદ થઈ છે. આ ઉપરાંત એક આઈએફએસ અધિકારી એવા છે, જે પણ આંશિક વિકલાંગતા ધરાવે છે. આમ, ગુજરાતના 8 જેટલા સિવિલ સર્વિસીઝના અધિકારી છે, જેમણે આગામી સમયમાં પોતાની વિકલાંગતા સાબિત કરવી પડશે.

પૂજા ખેડકરને પ્રોબેશન સમયગાળા દરમિયાન પુણેમાં એડીએમ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તાલીમના આ તબક્કામાં અધિકારીઓને વહીવટની કામગીરી શીખવવામાં આવે છે. આરોપ છે કે ઓફિસમાં જોડાતાં પહેલાં જ તેણે ગેરવાજબી માગણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. તેની ફરિયાદો પણ અટકતી ન હતી. આ અંગે કલેકટર કચેરીના અનેક અધિકારીઓએ કલેકટરને લેખિત ફરિયાદ પણ કરી હતી. આ પછી પુણે જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ દિવાસે તત્કાલીન મુખ્ય સચિવને ફરિયાદ કરી હતી. એવામાં પૂજા ખેડકરની ટ્રેનિંગ રદ કરવામાં આવી છે. પૂજાને 23 જુલાઈ સુધીમાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમીમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તે અહીં રહેશે.

પૂજાની યુપીએસસીમાં ગેરરીતિના કેસમાં ઘટસ્ફોટ થયો હતો કે પૂજાએ તેના UPSC પ્રયાસો વધારવા માટે તેનું નામ અને ઉંમર બદલ્યાં હતાં. 2020 અને 2023 માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)માં પૂજા દ્વારા દાખલ કરાયેલી બે અરજીમાં પૂજાનાં અલગ-અલગ નામ છે. 2020ની અરજીમાં પૂજાએ પોતાનું નામ ‘ખેડકર પૂજા દિલીપરાવ’ અને તેની ઉંમર 30 વર્ષ દર્શાવી હતી, જ્યારે 2023માં તેની CAT એપ્લિકેશનમાં તેણે તેનું નામ ‘પૂજા મનોરમા દિલીપ ખેડકર’ અને તેની ઉંમર 31 વર્ષ દર્શાવી હતી. સવાલ ઊઠી રહ્યો હતો કે ત્રણ વર્ષના ગાળામાં તેની ઉંમર માત્ર એક વર્ષ કેવી રીતે વધી શકે?

વાસ્તવમાં UPSCમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને 32 વર્ષની ઉંમર સુધી 6 વખત પરીક્ષા આપવાની છૂટ છે. જ્યારે OBC કેટેગરીના ઉમેદવાર 35 વર્ષની ઉંમર સુધી 9 વખત પરીક્ષા આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂજાએ કુલ 11 વખત સિવિલ સર્વિસની પરીક્ષા આપી છે. તો બીજી બાજુ ડોક્ટરે કહ્યું કે ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરને છે 7 ટકા ડિસેબિલિટી છે. ડિસેબિલિટી ક્વોટામાં 40 ટકા ડિસેબિલિટી ધરાવતા લોકોને માન્ય ગણવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com