માણસાનાં પશુ પાલકે બેંકમાંથી લોન લઇને બોરી શીંગડાવાળી ગાય ખરીદી યુનાઈટેડ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી વીમો પણ લીધો હતો. જોકે ગાયનું મૃત્યુ થયા પછી બીમારી અને સરખું ધ્યાન નહીં રાખવાના કારણો આગળ ધરીને વીમા કંપનીને વળતર ચૂકવવા થી હાથ અધ્ધર કરી લીધા હતા. ત્યારે સમગ્ર મામલો કન્ઝ્યુમર કોર્ટમાં પહોંચતા બંને પક્ષકારોની દલીલોનાં અંતે વીમા કંપનીને 8 ટકા વ્યાજે 40 હજાર વળતર ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો छे.
માણસા તાલુકાના ચરાડા ગામમાં મથુરજી મંગાજી બેન્ક ઓફ બરોડામાંથી લોન લઈને સીબીએચએફ બોરી શીંગડાવાળી ગાય ખરીદી હતી. અને યુનાઈટેડ ઇન્સ્યૂરન્સ કંપનીમાંથી તા. 22/9/2021 થી તા. 21/9/2024 ના સમયગાળાની 40 હજારની પોલિસી પણ લેવામાં આવી હતી. જે પછી ગાયના કાને ટેગ લગાવવામાં આવી હતી. ત્યારે આ પોલિસીના સમયગાળા દરમ્યાન તા:9/8/2022 ના રોજ ગાયનું મૃત્યુ થયું હતું. જેની તપાસ અને પોસ્ટ મોર્ટમ પણ કરાવ્યું હતું.