અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સાહેબએ પ્રોહીબીશન ઓફ ઇલેકટ્રોનિક સીગારેટ્સ એકટ ૨૦૧૯ અન્વયે અસરકારક કામગીરી કરવા ગેરકાયદેસર ઇ-સીગારેટનું વેચાણ કરતાં ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.જી.ચૌધરીને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એ.એસ.આઇ મહેન્દ્રસિહ જનકસિહ બ.નં.- ૯૧૬ તથા આ.પો.કો ત્રિલોકકુમાર પોપટલાલ બ.નં ૭૩ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે મોજે શીલજ સર્કલ નજીક એસ.પી. રીંગ રોડ બાપના બગીચા કેફની બાજુમાં આવેલ એન.ડી. પાન હાઉસ નામની દુકાનમાં ચિત્રાત્મક ચેતવણી/લખાણ વગરની સિગારેટ તથા ઇ.સીગારેટ નું ગેર કાયદેસર વેચાણ થાય છે. જે હકિકત આધારે હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતાં ભારત સરકાર દ્રારા સને ૨૦૦૮ માં પ્રસીધ્ધ કરેલ ગેઝેટની જોગવાઇ અન્વયે આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી/લખાણ તેમજ અલગ-અલગ કંપનીના સીગારેટના પેકેટ જેના પર કોઇ જગ્યાએ સહેલાઇથી દેખાઇ શકે તે રીતેની ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોર્ન વર્ડ વોનીંગ કે કેન્સરની બિમારી દર્શાવતી કોઇ છાપ કે છબી છાપેલ ન હોય તેમજ અંગ્રેજી કે ભારતીય ભાષામાં ચેતવણી દર્શાવેલ ન હોય તેવા તમાકુ પ્રોડક્ટની જુદી-જુદી બ્રાન્ડની વિદેશી બનાવટની ઇમ્પોર્ટેડ ગેરકાયદેસર સીગારેટના પેકેટ – ૧૪ કિ.રૂ.-૯૪૮૦/- ના મુદામાલ સાથે આરોપી પંકજભાઇ ગગજીભાઇ સાગઠીયા ઉ.વ.-૨૪ હાલ રહે- એલ.-૫-૪૩ લાલબહાદુર શાસ્ત્રી નગર નારણપુરા અમદાવાદ મુળ રહે- અમ્રત ભેલ તા. સાવરકુંડલા જી. અમરેલી નાનો મળી આવતાં સદરી ઇસમ વિરૂધ્ધ બોપલ પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.આ કામગીરીમાં પો.સ.ઈ. એ.એન.જાની તથા એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ જનકસિહ તથા આ.પો.કો ત્રિલોકકુમાર પોપટલાલ જોડાયેલ હતા.