નવી દિલ્હી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ રેલવે મંત્રાલયની આઠ (8) પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 24,657 કરોડ (અંદાજે) છે.
નવી લાઇનની દરખાસ્તો સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગતિશીલતામાં સુધારો કરશે, જે ભારતીય રેલવે માટે કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં વધારો કરશે.સાત રાજ્યો એટલે કે ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનાં 14 જિલ્લાઓને આવરી લેતી 8 (આઠ) યોજનાઓથી ભારતીય રેલવેનાં હાલનાં નેટવર્કમાં 900 કિલોમીટરનો વધારો થશે.આ યોજનાઓ સાથે 64 નવા સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, જે છ (6) મહત્વાકાંક્ષી જિલ્લાઓ (પૂર્વ સિંઘબુમ, ભદાદ્રી કોઠાગુડેમ, મલ્કાનગિરી, કાલાહાંડી, નબરંગપુર, રાયગડા), અંદાજે 510 ગામડાઓ અને આશરે 40 લાખની વસતિને કનેક્ટિવિટીમાં વધારો કરશે.