અમદાવાદ શહેરમાં રહેતી એક પરિણીતાના પતિનું અકસ્માતમાં અવસાન થયુ હતું. જેથી બાદમાં તે તેના પિયરમાં આવીને રહેતી હતી અને એક માર્કેટમાં નોકરી કરતી હતી. જ્યાં તેના કાકા સસરા આવીને તેને પતિની અવેજીમાં સરકારી લાભો તથા સરકારી નોકરી મળે તે કામ પતાવી આપવાનું કહીને પોતાના તાબે થવાનું કહીને અઘટિત માંગણીઓ કરતો હતો. અવાર નવાર પીછો કરીને છેડતી પણ કરતો હતો.
આખરે કંટાળેલી પરિણીતાએ પોલીસની મદદ લેતા માધવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શાહીબાગમાં રહેતી 34 વર્ષીય પરિણીતાનો પતિ સરકારી વિભાગમાં નોકરી કરતો હતો અને વર્ષ 2020માં અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. પરિણીતા તેના પતિના મોત બાદ પિયરમાં રહેતી હતી. બાદમાં તેણે આજીવિકા માટે માધુપુરા માર્કેટમાં નોકરી શરૂ કરી હતી. એક માસ પહેલા તેના કાકા સસરાએ નોકરીના સ્થળની જાણ થતાં ત્યાં આંટા મારીને પરિણીતાનો સંપર્ક કેળવ્યો હતો.
બાદમાં એકલતાનો લાભ લઇને તારા પતિની અવેજીમાં સરકારી લાભો તથા સરકારી નોકરી મળે તે કામ પતાવી આપવાનું કહીને પોતાના તાબે થવાનું કહીને અઘટિત માંગણીઓ કરી હતી. કાકા સસરા અવાર નવાર પરિણીતાની છેડતી કરે ત્યારે પરિણીતા પ્રતિકાર કરે તો ધમકી આપતો હતો.
એક દિવસ પરિણીતા નોકરીથી ઘરે જતી હતી ત્યારે કાકા સસરાએ પીછો કરીને તેને અડપલાં કર્યા હતા. કાકા સસરાની આ હરકતોથી પીછો છોડાવવા માટે પરિણીતાએ પોલીસને જાણ કરતા માધવપુરા પોલીસે આ મામલે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ તપાસ બાદ ખ્યાલ આવશે કે મહિલા દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે. તેની પાછળ હકીકત શું છે અને આરોપી નો ઈરાદો શું હતો. હાલ પોલીસ દ્વારા પુરાવા ભેગા કરીને આગળ નીબજે કાર્યવાહી છે તે કરવામાં આવી રહેલ છે.