દેશમાં ભ્રષ્ટાચારના કેસો ખુબ જ વધી ગયા છે. જોકે, તેની સામે ACB ની ટીમ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અત્યારે પણ ACB દ્વારા તેલંગાણાના નિઝામાબાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં લાખોની સંખ્યામાં કાળું નાણું ઝડપાયું છે. વિગતે વાત કરવામાં આવે તો, ACB એ તેલંગાણાના નિઝામાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુપરિન્ટેન્ડેન્ટના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરોએ તેલંગાણાના નિઝામાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિક્ષક અને મહેસૂલ અધિકારી-ઈન્ચાર્જ દાસારી નરેન્દ્રના નિવાસસ્થાને દરોડા પાડીને કરોડો રૂપિયાની સંપત્તિને જપ્ત કરવામાં આવી છે. દરોડો નરેન્દ્ર વિરુદ્ધ નોંધાયેલા અપ્રમાણસર સંપત્તિના કેસની તપાસનો એક ભાગ હતો.
નોંધનીય છે કે, એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે નરેન્દ્રના ઘરે દરોડા પાડ્યા ત્યારે અહીંથી એટલી રોકડ મળી હતી કે, અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. નોંધનીય છે કે, ઘરની અંદર પૈસાનો ઢગલો મળી આવ્યો હતો. અહીંથી એટલા પ્રમાણમાં રોકડ મળી આવી કે, નોટોનો ઢગલો થઈ ગયો હતો. વિગતે વાત કરવામાં આવે તો, નરેન્દ્રના ઘરમાં 2.93 કરોડ રૂપિયાની રોકડ છુપાવવામાં આવી હતી. રોકડ સાથે સાથે દરોડામાં આશરે રૂપિયા 6 લાખની કિંમતનું 51 તોલા સોનું પણ મળી આવ્યું છે. આ સાથે સાથે નરેન્દ્ર, તેની પત્ની અને તેની માતાના બેન્ક ખાતામાં રહેલા 2.93 કરોડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ઓપરેશન દરમિયાન જપ્ત કરવામાં આવેલી મિલકતની કિંમત આશકે 6.07 કરોડ રૂપિયા છે.
આ દરોડા વિશે વાત કરતા એજન્સીએ વિગતો આપી હતી. નરેન્દ્ર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988, ખાસ કરીને કલમ 13(1)(b) અને 13(2) હેઠળ કેસ ચલાવવામાં આવી રહ્યો છે. જે સંપત્તિના કબજા સાથે સંબંધિત છે. અત્યારે ACB દ્વારા દાસારી નરેન્દ્રને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ ઘટનાની વાત કરવામાં આવે તો, નરેન્દ્રને હૈદરાબાદમાં SPE અને A. સી.બી. વિશેષ ન્યાયાધીશ સમક્ષ કેસ રજૂ કરવામાં આવ્યા છે.
દેશમાંથી કાળું નાણું બહાર લાવવામાં માટે કાર્યવાહી કરવામાં આવી રહીં છે. તાજેતરમાં જ તેલંગાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન મોટા પાયે રોકડની વસૂલાત સામે આવી હતી. સાયબરાબાદ વિસ્તારના ગચીબાઉલીમાં વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પોલીસે 7 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ રોકડને લઈ જવા માટે બે કારમાં રાખવામાં આવેલી ટ્રોલીમાં લઈ જવામાં આવી રહી હતી. રોકડની આ રિકવરી હયાત નગર વિસ્તારમાં થઈ હતી.