અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તિરંગા યાત્રા સંદર્ભે સુરક્ષાની સમીક્ષા કરી,અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસ ડીસીપી સફીન હસન સહિત ટ્રાફિક પોલીસ જવાનો દ્વારા નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું

Spread the love

‘હર ઘર તિરંગા’ અભિયાન અંર્તગત અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ ૧૩ ઓગસ્ટ સાંજે ૪.૦૦ વાગે અમદાવાદ પૂર્વમાં આવેલા કેસરીનંદન ચોકથી થશે

ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ AMCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

અમદાવાદ

સ્વતંત્રતા પર્વ પહેલા રાજ્યભરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ જગાવવા ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે આગામી 13 ઓગસ્ટના રોજ અમદાવાદના વિરાટનગર ખાતે તિરંગાયાત્રા યોજાનાર છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે તિરંગા યાત્રાના કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સલામતીની સમીક્ષા કરી હતી. પોલીસ કમિશનરશ્રીએ બંદોબસ્ત સહિતના વિવિધ મુદ્દે વિગતો મેળવી જરૂરી સૂચનો આપ્યાં હતાં. આ ઉપરાંત તેમણે અમદાવાદ મહાનગરપાલિકા સાથે સમન્વય રાખી કાર્યક્રમને સફળ બનાવવા અંગે ચર્ચા કરી હતી.પોલીસ કમિશનર આ મુલાકાત વેળાએ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તથા અમદાવાદ મહાનગરપાલિકાના જવાબદાર વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ગુજરાતભરમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન અને તિરંગા યાત્રા યોજાઇ રહી છે.

અમદાવાદ શહેરમાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહભેર લોકો ભાગ લે તેવા હેતુથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિકના માર્ગદર્શન અને સૂચના અનુસાર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ ચાર રસ્તા પર મુસાફરોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસ ડીસીપી સફીન હસન સહિત ટ્રાફિક પોલીસ જવાનો દ્વારા શહેરના હાર્દ સમા ઇસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, ઉજાલા ચાર રસ્તા, શાહીબાગ ડફનાળા કેમ હનુમાન રોડ અને વિવિધ સર્કલ ખાતે  મુસાફરોને રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા અને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થવાની અપીલ કરી હતી.આમ, અમદાવાદ ટ્રાફિક પોલીસના જવાનોએ અનોખી રીતે પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ  દ્વારા નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું.સમગ્ર ગુજરાતભરમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન અને તિરંગા યાત્રા યોજાઇ રહી છે. અમદાવાદ શહેરમાં પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહભેર લોકો ભાગ લે તેવા હેતુથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિકના માર્ગદર્શન અને સૂચના અનુસાર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ ચાર રસ્તા પર મુસાફરોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના હાર્દ સમા ઇસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, ઉજાલા ચાર રસ્તા અને વિવિધ સર્કલ ખાતે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા મુસાફરોને રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા અને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થવાની અપીલ કરી હતી.આમ, અમદાવાદ ટ્રાફિક પોલીસના જવાનોએ અનોખી રીતે પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ પોલીસ વિભાગ અને અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના સહયોગથી ૧૩ ઓગસ્ટે સાંજે ૪.૦૦ વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રાનો પ્રારંભ અમદાવાદ પૂર્વમાં આવેલા કેસરીનંદન ચોકથી થશે. ત્યારબાદ આ યાત્રા કેસરીનંદન ચોક થી બેટી બચાવો સર્કલ, ખોડીયાર મંદિર ઉત્તમ નગર, કોઠીયા હોસ્પિટલ, જીવનવાડી સર્કલ થઈને ખોડીયાર મંદિર નિકોલ ખાતે સમાપ્ત થશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com