દહેજમાં ગુજરાત ATS દ્વારા એક ફેકટરીમાં દરોડો પાડીને પ્રતિબંધિત ટ્રામાડોલ ડ્રગ્સનો રૂપિયા 31 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જે કેસમાં પેંકજ રાજપુત અને નિખિલ કપૂરિયા નામના આરોપીઓ ઝડપાયા હતા. બીજી તરફ કેસની તપાસ દરમિયાન ATSના અધિકારીઓએ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમા ટેબલેટ તૈયાર કરાવનાર હર્ષદ કુકડિયા અને છત્રાલમાં ડીનાડોર ફાર્મા કંપનીના માલિક આનંદ પટેલ અને અંકિત પટેલનો સમાવેશ થાય છે.
ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અગાઉ તેમણે મુન્દ્રા પોર્ટથી ત્રણ તબક્કામાં રૂપિયા 100 કરોડની કિંમતની 60 લાખ જેટલી ટ્રામાડોલ ટેબલેટ આફ્રિકામાં સપ્લાય કરી હતી. આ કેસની તપાસમાં આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા ATS દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.