ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા ફોર વ્હીલર વાહનોની નવી સિરિઝ GJ-18 -ED માટે પસંદગીનાં નંબર માટે ઓનલાઇન હરાજી યોજવામાં આવનાર છે. આ ઓનલાઇન હરાજીમાં ભાગ લેવા માટે 20 મી ઓગસ્ટથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાશે. જ્યારે 23 મી ઓગસ્ટથી ઓનલાઈન હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા ફોર વ્હીલ વાહનોની નવી સિરીઝ GJ-18 -ED શરૂ કરવામાં આવનાર છે. જે અન્વયે કચેરી દ્વારા પસંદગી નંબર માટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે. નવી સિરિઝ ED તથા જુની સિરિઝ EA, EB, ECમાં બાકી રહેલાં નંબરોની ઓનલાઈન હરાજી કરાશે. જેમાં ગોલ્ડન, સિલ્વર, બેઝ એમાઉન્ટ, રજિસ્ટ્રેશન ટેક્ષ સીએનએ ફોર્મ વગેરે મૂળભૂત રીતે યથાવત રાખીને નંબરોની હરાજી કરવામાં આવશે.
આ પસંદગીના નંબરો માટે 20 ઓગસ્ટ સાંજે 4 વાગ્યાથી 23 ઓગસ્ટ સાંજે ચાર વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. જે બાદ 23 ઓગસ્ટ સાંજે 4 વાગ્યાથી 25 ઓગસ્ટ સાંજે ચાર વાગ્યા સુધી ઓનલાઈન ઓક્શન ચાલશે. જેને પગલે વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન સીએનએ ફોર્મ ભરી દેવાનું રહેશે.
અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરવાના રહેશે. જો નિયમ સમય મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરાવવામાં આવશે. ૨૩મીથી ઓનલાઈન હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.