ઈરાકમાં એક નવો કાયદો લાવવાની તૈયારીમાં છે, જેમાં છોકરીઓના લગ્નની લઘુત્તમ વય નવ વર્ષ નક્કી કરવામાં આવી છે. આ કાયદાનો ડ્રાટ ઈરાકી સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. ઇરાકના રૂઢિચુસ્ત શિયા પક્ષો સંસદમાં વ્યક્તિગત કાયદામાં સુધારા માટે દબાણ કરી રહ્યા છે, જે નવ વર્ષની ઉંમરની બાળકીઓ લગ્ન કરવાની મંજૂરી આપશે. મહિલા અધિકાર સંગઠનો આ બિલને લઈને ચિંતિત છે.
મહિલાઓ અને માનવાધિકાર સંગઠનોએ તેને પિતૃસત્તાને પ્રોત્સાહન આપતું ગણાવ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, પર્સનલ સ્ટેટસ એક્ટ ૧૯૫૯ના નિયમ ૧૮૮ને બદલવાની વાત થઈ રહી છે. જૂનો નિયમ અબ્દુલ કરીમ કાસિમ સરકારે બનાવ્યો હતો. કાસિમ એક પ્રગતિશીલ ડાબેરી તરીકે જાણીતા હતા, જેમના સમય દરમિયાન ઘણા મોટા ફેરફારો લાવવામાં આવ્યા હતા. આમાંથી એક હતી છોકરીઓના લગ્ન ૧૮ વર્ષની થાય પછી જ. તે પચાસના દાયકાના અંતમાં સમગ્ર મય પૂર્વમાં શ્રેષ્ઠ કાયદાઓમાંનો એક માનવામાં આવતો હતો.માત્ર લગ્ન જ નહીં, આ નિયમમાં બીજી ઘણી બાબતો પણ કહેવામાં આવી છે, જેમ કે પુરુષો તેમની ઈચ્છા મુજબ બીજી વાર લગ્ન કરી શક્તા નથી. કાયદા મુજબ જો કોઈ મુસ્લિમ પુરુષ અને બિન-મુસ્લિમ મહિલા લગ્ન કરવા ઈચ્છે છે તો તેના પર કોઈ શરત કે પૂર્વશરત રહેશે નહીં.
શિયા ઈસ્લામવાદી પક્ષોએ સાથે મળીને એક માળખું તૈયાર કર્યું, જેમાં આ ફેરફારની વાત છે. તમને જણાવી દઈએ કે હાલમાં ઈરાકમાં મોહમ્મદ શિયા અલ-સુદાનીની સરકાર છે, જે પોતે શિયા છે અને જેને શિયા પક્ષોનું સમર્થન છે. આ શિયા પ્રભુત્વ ધરાવતા દેશની સરકારમાં શિયા પક્ષો મોટી ભૂમિકા ભજવે છે અને તેઓ મોટાભાગે મોટા નિર્ણયો લે છે.
પ્રસ્તાવિત બિલમાં કહેવામાં આવ્યું છે કે પતિ-પત્નીએ અંગત બાબતોના સમાધાન માટે સુન્ની અથવા શિયા ધર્મમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. લગ્ન કરારમાં કયા ધર્મનું પાલન કરવું તે અંગે કોઈ વિવાદ હશે તો પતિના ધર્મ અનુસાર કરાર ગણવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે શિયા કાયદો જાફરી કાયદા પર આધારિત હશે, જે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક અને વારસા જેવી બાબતો સાથે સંબંધિત છે. આ અંતર્ગત ૯ વર્ષની છોકરીઓ અને ૧૫ વર્ષના છોકરાઓના લગ્ન કાયદેસર છે.આ કાયદાના અગાઉના સંસ્કરણો હતા, જેમાં મુસ્લિમ પુરુષોને બિન-મુસ્લિમ ીઓ સાથે લગ્ન કરવા પર પ્રતિબંધ મૂકાતો હતો અને લગ્નમાં બળાત્કારને કાયદેસર માનતો હતો. પત્ની પણ પતિની પરવાનગી વગર ઘરની બહાર નીકળી શક્તી ન હતી. હવે ઉંમર પર વધુ ફોક્સ છે.
શિયા પક્ષોનું કહેવું છે કે પર્સનલ સ્ટેટસ લોમાં ફેરફાર એ બંધારણ સાથે સુમેળ સાધવાનો પ્રયાસ છે. આનાથી ઈરાકી પરિવારો પોતાની ઈચ્છા મુજબ નક્કી કરી શકશે કે તેમના બાળકોના લગ્ન ક્યારે કરવા. આંતરરાષ્ટ્રીય એનજીઓ ગર્લ્સ નોટ બ્રાઇડ્સ અનુસાર, ૧૮ વર્ષની કાયદેસર ઉંમર પછી પણ, ૭ ટકા છોકરીઓના લગ્ન ૧૫ વર્ષની થાય તે પહેલાં થઈ જાય છે, જ્યારે ૨૮ ટકા છોકરીઓના લગ્ન ૧૮ વર્ષની થાય તે પહેલાં થઈ જાય છે.
ઇરાક લાંબા સમય સુધી યુદ્ધ સાથે સંઘર્ષ કરતું રહ્યું. લગભગ બે દાયકા પહેલા જ તેને યુદ્ધમાંથી રાહત મળી હતી પરંતુ તે પછી પણ સ્થિરતા આવી શકી નથી. સીરિયા જેવા મય પૂર્વના અન્ય દેશોમાંથી લાખો શરણાર્થીઓ સતત આ દેશમાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૨૩ના ડેટા અનુસાર, હાલમાં અહીં ૨.૫ લાખથી વધુ નોંધાયેલા સીરિયન શરણાર્થીઓ છે. આ સિવાય અહીં તુર્કી, ઈરાન અને યમનના ઘણા શરણાર્થીઓ પણ છે.ઉંમર ઘટાડવા પાછળનું તર્ક શું છે? શિયા પક્ષોનું કહેવું છે કે પર્સનલ સ્ટેટસ લોમાં ફેરફાર એ બંધારણ સાથે સુમેળ સાધવાનો પ્રયાસ છે. આનાથી ઈરાકી પરિવારો પોતાની ઈચ્છા મુજબ નક્કી કરી શકશે કે તેમના બાળકોના લગ્ન ક્યારે કરવા. આંતરરાષ્ટ્રીય એનજીઓ ગર્લ્સ નોટ બ્રાઇડ્સ અનુસાર, ૧૮ વર્ષની કાયદેસર ઉંમર પછી પણ, ૭ ટકા છોકરીઓના લગ્ન ૧૫ વર્ષની થાય તે પહેલાં થઈ જાય છે, જ્યારે ૨૮ ટકા છોકરીઓના લગ્ન ૧૮ વર્ષની થાય તે પહેલાં થઈ જાય છે.
બહારથી આવીને સ્થાયી થયેલા આ લોકો પાસે રહેવાની અને ખાવાની સારી સગવડ નહોતી, ન તો તેઓ સ્થાનિકો સાથે પરસ્પર વિશ્ર્વાસ કેળવી શક્યા. આવી સ્થિતિમાં, બંને પક્ષો એકબીજાથી ડરતા રહે છે કે તેઓને અથવા તેમની પુત્રીઓને કોઈ નુક્સાન ન પહોંચાડે. બાળ લગ્નનું આ એક મોટું કારણ છે. મોટા ભાગના શરણાર્થીઓમાં જોવા મળતી પેટર્ન એ છે કે તેઓ તેમની દીકરીઓને નાની ઉંમરમાં પરણાવી દેતા હોય છે.