Gj 18 મહાનગરપાલિકાની આજે સામાન્ય સભાની બેઠક છે બેઠકમાં 10 જેટલા નગરસેવકોને ચેરમેન ડેપ્યુટી ચેરમેનની લાહણી હોય તેમ મંજૂરી માટે સામાન્ય સભામાં દરખાસ્ત આવવાની છે ત્યારે 41 નગર સેવકો ભાજપના તથા બે કોંગ્રેસના થઈને ટોટલ 43 સંખ્યાબળ ભાજપ ધરાવે છે ત્યારે અહીંયા 15 થી 18 જેટલા નગર સેવકો ખોટા ખર્ચા ચેરમેન પદ થી લઈને ડેપ્યુટી ચેરમેન પદ માટે જ કરી રહ્યા છે, તેનો વિરોધ આજે જોવાય તો નવાઈ નહીં, હમણાં જ ભાજપના પ્રદેશ મંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, તથા પ્રભારી નૌકાબેન પ્રજાપતિ થી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, gj 18 મહાનગરપાલિકામાં નગરસેવકોમાં ભારેલો અગ્નિ અને ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે, હાલ ભાજપમાં નગરસેવકોમાં પણ ફાટા પડેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ચારથી પાંચ જેટલા દબંગ નગરસેવકનું કહેવું છે કે પીએમ મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરોડો નહીં અબજોની ગ્રાન્ટો ગુજરાત તથા મહાનગરપાલિકા gj 18 ના વિકાસ માટે આપી રહ્યા છે ત્યારે આ ગ્રાન્ટનો સદ ઉપયોગ થાય અને ખાસ 10 જેટલા ચેરમેન પદો માટે ખર્ચ કરીને તિજોરીને મોટું ભારણ આવે તેમ છે, રાજકોટ અમદાવાદ જામનગર વડોદરા સુરત જેવા મહાનગરપાલિકાની વસ્તી જોતા પણ આટલા બધા ચેરમેન નથી ત્યારે અમદાવાદ સુરત જામનગર વડોદરા ની વસ્તી ગણીએ તો જીજે 18 ની વસ્તી 2,71,000 છે ત્યારે આટલી વસ્તીમાં મેયર ડેપ્યુટી મેયર ચેરમેન પદ યોગ્ય છે પણ બીજા 10 ચેરમેન અને દસ ઉપાધ્યક્ષ બનાવીને મનપાને ખર્ચના ખાડામાં નાખીને દેવાદાર શું કામ બનાવવું, જે નગર સેવકો આ પ્રશ્ન વિરોધ કરી રહ્યા છે, બીજી મહાનગરપાલિકા દેવાદાર છે ગાંધીનગર મનપા દેવાદાર નથી તો દેવાદાર બનવા દરવાજા ખુલ્લા મુકવાની આઈડિયા સામે દેવું ના થાય તે માટે નગર સેવકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી રહ્યા છે.
હમણાં જ નગરસેવકો દ્વારા આ પ્રશ્ન રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી, આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષ પણ ભાજપ અને પક્ષના નગરસેવકો પણ ભાજપના આજે ચેરમેન મુદ્દે બાથ ભીડાય અને તું તું મેમે થાય તો નવાઈ નહીં,