પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે તેથી શિવાલયોમાં ભક્તોની પણ વધારે ભીડ રહે છે. શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય? ગુજરાતના પાટણના અમ્ભાજી નેળીયામાં આવેલું રોટલીયેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં રોજ શિવલિંગ પર ૧૧ હાજર જેટલી રોટલીનો અભિષેક કરવામાં આવે છે.
ગુજરાતના પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં રોતાલીયા હનુમાનનું પણ મંદિર આવેલું છે અહી ભક્તો પ્રસાદ રૂપે ભગવાનને રોટલી ચડાવે છે. આજ પરિસરમાં રોટલીયેશ્વર મહાદેવનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું.
અહી પવિત્ર શ્રાવણ માસમાં રોટલીયેશ્વર મહાદેવને ભક્તો બીલી પત્ર, દૂધ, પાણીનો અભિષેક તો કારે છે જ સાથે અહી શિવલિંગ પર રોટલીનો પણ અભિષેક કરવામાં આવે છે. આ શિવલિંગ પર રોજની ૧૧ હાજર જેટલી રોટલીઓનો અભિષેક કરવામાં આવે છે ત્યાર આજ આ રોટલીઓને પ્રાણીઓને ખવડાવી પુણ્યનું કામ કરે છે