કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા કહેલી વાત સાચી પડી છે. રાહુલે મોડી રાત્રે ટ્વીટ કરીને કહ્યુ હતું કે, મને EDના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે મારી ધરપકડ કરવામાં આવી શકે છે. સંસદમાં મારી અભિમન્યુ ચક્રવ્યૂહની વાત ભાજપ નેતાઓને પસંદ આવી નથી.
એક અહેવાલમાં નામ નહીં છાપવાની શરતે EDના અધિકારીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ટુંક સમયમાં રાહુલ ગાંધીને પુછપરછ માટે બોલાવશે.
EDના અધિકારીએ કહ્યુ કે એસોસિયેટેડ જર્નલ લિમિટેડની તપાસ પુરી કરીને અમે ચાર્જશીટ દાખલ કરવાનું વિચારી રહ્યા છે.
વર્ષ 2022માં રાહુલ ગાંધીને EDએ 4 વખત બોલાવીને 40 કલાક સુધી પુછપરછ કરી હતી. સોનિયા ગાંધીની પણ 2022માં 11 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.