રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદૃ ઇઝરાયેલનો બદૃલો ઇરાનને યુદ્ધ માટે ઉશ્કેરી રહૃાો છે અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના તણાવને કારણે વિશ્ર્વ ભીષણ યુદ્ધના કિનારે પહોંચી ગયું છે.
આ બંને દૃેશો વચ્ચેનું યુદ્ધ દૃુનિયાને બે ભાગમાં વહેંચી શકે છે. વિશ્ર્વમાં સતત ઉભરી રહેલા ભયંકર ચિત્ર અંગે ભારતના વિદૃેશ મંત્રી એસ જયશંકરે િંચતા વ્યક્ત કરી છે.
જયશંકરે આજે એક કાર્યક્રમ દૃરમિયાન કહૃાું કે યુક્રેન અને રશિયા વચ્ચે અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહૃાું છે. આ દૃરમિયાન, મધ્ય પૂર્વ અને દૃક્ષિણ-પૂર્વ એશિયામાં લશ્કરી તણાવ, આર્થિક પડકારો અને આબોહવા પરિવર્તનની ઘટનાઓ અત્યંત જોખમી છે. આવનારા પાંચ કે દૃસ વર્ષ ખૂબ જ મુશ્કેલીભર્યા હશે.
મંગળવારે દિૃલ્હીમાં એક કાર્યક્રમ દૃરમિયાન વિદૃેશ મંત્રીને પૂછવામાં આવ્યું કે, વિશ્ર્વમાં બની રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને તમે ભવિષ્યને કેવી રીતે જુઓ છો?
જવાબમાં જયશંકરે કહૃાું, હું આશાવાદૃી વ્યક્તિ છું અને સામાન્ય રીતે સમસ્યાઓના ઉકેલો વિશે વિચારું છું, ઉકેલોમાંથી ઊભી થતી સમસ્યાઓ વિશે નહીં પરંતુ હું ખૂબ જ ગંભીરતાથી કહીશ કે આપણે અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહૃાા છીએ.
જયશંકરે આગળ કહૃાું, મારી પાસે આવતા પાંચ વર્ષ માટે ખૂબ જ ભયંકર આગાહી છે. તમે જોઈ રહૃાા છો કે મધ્ય પૂર્વમાં, યુક્રેનમાં, દૃક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયામાં શું થઈ રહૃાું છે. તેમજ કોવિડની અસર હજુ પણ ચાલુ છે. કોરોનાના ભયંકર સમયગાળામાંથી સુરક્ષિત રીતે બહાર આવેલા લોકો હવે કોરોના સહિતની બિમારીઓને હળવાશથી લઈ રહૃાાં છે.
વિશ્ર્વમાં ચારેકોર અનેક પ્રકારના આર્થિક પડકારો છે. વધુ દૃેશો આર્થિક-સરહદૃી સંઘર્ષ કરી રહૃાાં છે. વેપાર મુશ્કેલ બની રહૃાો છે, વિદૃેશી હૂંડિયામણની અછત છે.જયશંકરે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન સમર્થિત હુથી મિલિશિયા (વિદ્રોહીઓ) દ્વારા રાતા સમુદ્રમાં વેપારી જહાજોની લૂંટની વધતી ઘટનાઓ અંગે િંચતા વ્યક્ત કરી હતી કે વૈશ્ર્વિક સ્તરે આ સમગ્ર ઘટનાક્રમના વિનાશક પરિણામો આવી રહૃાા છે.
જયશંકરે યુએસ ચૂંટણી અંગે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહૃાું, અમે અન્ય દૃેશોમાં ચૂંટણીઓ પર ટિપ્પણી કરતા નથી. અમેરિકનો પોતાનો નિર્ણય લેશે અને અમને વિશ્ર્વાસ છે કે છેલ્લા ૨૦ વર્ષના અનુભવના આધારે, અમે નવા રાષ્ટ્રપતિ સાથે કામ કરી શકીશું… તે કોઈપણ હોય. ભારતની નરેન્દ્ર મોદૃી સરકાર નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં જે પણ જીતશે તેની સાથે કામ કરવા તૈયાર છે.