ચીનમાં કથિત રીતે સ્મશાનગૃહો અને પ્રયોગશાળાઓમાંથી 4,000 થી વધુ મૃતદેહોની ચોરી

Spread the love

ચીન એક એવો દેશ છે જે પોતાની પ્રગતિના મોટા મોટા દાવા કરીને વિશ્વભરમાં ફાકા ફોજદારી કરે છે. ચીન અમેરિકા સાથે સ્પર્ધા કરવાની વાત કરે છે.

હવે એ જ ચીનમાં મૃતદેહો સાથે ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. અહીં નફા માટે મૃતદેહોની ચોરી થઈ રહી છે અને તેને વેચીને પૈસા કમાણી કરવામાં આવી રહી છે.

ડ્રેગન પોતાની પ્રગતિના મોટા-મોટા દાવા કરનારા ચીનમાં રહેતા નાગરિકો માથે અત્યાચાર કરો જ છે પણ હવે મૃતદેહોની ચોરી કરીને વેચાન કરવામાં આવે છે. ચીની મીડિયા અનુસાર, ઘણા અધિકારીઓ અને મેનેજમેન્ટના લોકો છે જેમણે ગેરકાયદેસર ફી વસૂલ કરી છે. ગયા અઠવાડિયે જ ચીનની એક કંપની હજારો મૃતદેહોની ચોરી અને વેચાણના કૌભાંડમાં ફસાઈ હતી.

ચીનના એક રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે કે, ચીનમાં મૃતદેહો સાથે પણ ભ્રષ્ટાચાર થાય છે અને મૃતદેહોની ચોરી કરીને વેચીને પૈસા કમાય છે. જેમાં ખાસ કરીને અનહુઇ, ગુઆંગડોંગ, જિઆંગસુ, જિઆંગસી, જિલિન, લિયાઓનિંગ, સિચુઆન અને યુનાન પ્રાંતમાં સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ફ્યુનરલ સ્થળ અને સમાન સંસ્થાઓના કર્મચારીઓ સંડોવાયા હોવાનું સામે આવ્યું હતું.

શી જિનપિંગે 2012માં સત્તા સંભાળી હતી. આ વર્ષની શરૂઆતમાં, તેમણે અનેક ઉદ્યોગોમાં મૃતદેહ મુદ્દે ભ્રષ્ટાચાર સામે સર્વશ્રેષ્ઠ યુદ્ધ શરૂ કર્યું. શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્રએ જણાવ્યું હતું કે અનહુઈ, લિયાઓનિંગ અને જિલિનમાં ભ્રષ્ટાચારની ઝુંબેશમાં ગેરકાયદેસર ફી વસૂલતા અંતિમ સંસ્કાર સ્થળ તેમજ કબ્રસ્તાનના ગેરકાયદે બાંધકામ અને સંચાલન અને કર્મચારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો.

ચીનમાં કથિત રીતે સ્મશાનગૃહો અને પ્રયોગશાળાઓમાંથી 4,000 થી વધુ મૃતદેહોની ચોરી કરી હતી જેથી તેમના હાડકાંનો ઉપયોગ ડેન્ટલ ગ્રાફ્ટ માટે કરી શકાય. જ્યારે દર્દીઓ પાસે કલમ માટે પૂરતી ઘનતા ન હોય ત્યારે એલોજેનિક કલમનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, આવા હાડકાં સામાન્ય રીતે હિપ રિપ્લેસમેન્ટ જેવા ઓપરેશન કરાવતા દર્દીઓની સંમતિથી લેવામાં આવે છે.

બેઇજિંગની એક કાયદાકીય સંસ્થાના પ્રમુખના જણાવ્યા અનુસાર, ઉત્તરી પ્રાંત શાંક્સીની રાજધાની તાઇયુઆનની પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ચીની મીડિયાએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે આ ટોળકી નફા માટે શબને ચોરી અને ફરીથી વેચતી હતી. આ કેસમાં 70 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આરોપ છે કે સ્મશાનભૂમિના કર્મચારીઓ ટોળકી સાથે મળીને કામ કરી રહ્યા હતા. તેઓ હાડકાંના ટુકડા કર્યા બાદ વેચી રહ્યા હોવાની શંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com